________________
ગુરુ પાસે અભ્યાસ કરવો.
૧૫૧ પણ જો ન માને તો પછી કઠોર વચન કહીને પણ તાડના-તર્જના કરવી. સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં. ગુરુ પાસે અભ્યાસ કરવો.
ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવો. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયું જાણીને) દાન આપવું અને નવો અભ્યાસ કરવો. એવી કરણી કરવામાં દિવસ વાંઝિયો ન કરવો.
પોતાની સ્ત્રી, ભોજન અને ધન એ ત્રણ પદાર્થોમાં સંતોષ કરવો, પણ દાન, અધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં. ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું જલ્દીથી કરી લઉં. અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે હું તો અજર અને અમર છું માટે જેટલું શીખાય એટલું શીખે જ જવું, એવી બુદ્ધિ ન રાખે તો શીખી જ શકાય નહીં.
અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસનો કરનાર મુનિ નવા નવા પ્રકારના સંવેગ (વરાંગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે પ્રાણી આ લોકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણી આવતા ભવમાં તીર્થકરપદને પામે છે. અને જે પોતે બીજા શિષ્યાદિને સમ્યજ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલો બધો લાભ થશે તેનું શું કહેવાય ?
ઘણી જ થોડી બુદ્ધિ હોય તો પણ નવો અભ્યાસ કરવામાં ઉધમ રાખવાથી માસ-તુષાદિ મુનિઓની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાનાદિનો લાભ પામી શકાય છે. માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એ જ શ્રેયસ્કર છે. માસતુષમુનિની કથા
એક આભીરના પુત્રે મોટી ઉંમરમાં દીક્ષા લીધી. આવશ્યકના યોગોદવહન પછી ઉત્તરાધ્યયનના યોગ વખતે તેને પૂર્વસંચિત જ્ઞાનાવરણીયકર્મનો ઉદય થયો, તેથી તેને ઘણી મહેનત કર્યા છતાં કાંઈ આવડ્યું નહિ. આથી ગુરુએ “ભ ષ મ તુષ” એટલે કોઈપણ ઉપર ક્રોધ ન કરવો કે, પ્રેમ ન રાખવો.” એ પદ ગોખવાનું આપ્યું આ પદ સતત મોટા અવાજથી મુનિ ગોખવા લાગ્યા પણ તે બરાબર યાદ ન રહેતાં “મા રુષ મા તુષ'ને બદલે ‘માસ તુષ માસ તુષ' ગોખતાં છોકરાઓએ તેમનું નામ નિંદા અને હાસ્યથી “માસ તુષ' પાડ્યું. લોકોના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પોતાના પૂર્વકર્મને સંભારી મનિ સંવેગમાં સ્થિર થયા. બાર બાર વર્ષ સુધી આ પદ ગોખ્યું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણ તેનો ભાવ ક્રોધ ન કર અને પ્રેમ ન કર’ તે તો હૃદયગત વણાઈ ગયો અને મુનિ ક્ષપકશ્રેણિ પામી ન ષ મ તુષ પદના જ્ઞાન સાથે સર્વજ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા.