________________
વ્યાપાર.
વ્યાપાર.
ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિત્તળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણા છે' એવી લોકોમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જઈએ તો સંખ્યાનો પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
વિદ્યા.
૧૫૫
ઔષધ, રસ, રસાયન, અંજન, વાસ્તુ, શુકન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી વિવિધ પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માંદો પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણો લાભ થાય છે. ઠેક ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે.
રોગના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસોના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરુષોના મિત્ર જોષી જાણવા.
વ્યાપારમાં ગાંધીનો જ વ્યાપાર સરસ છે કારણ કે તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુઓ સો ટકે વેંચાય છે આ વાત સાચી છે કે વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે. પરંતુ જેને જે કારણથી લાભ થાય છે. તે માણસ તેવું કારણ હંમેશા બની આવવાની ઇચ્છા રાખે છે. કહ્યું છે કે, સુભટો રણ સંગ્રામની, વૈદ્યો મોટા મોટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણો ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લોકોમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઇચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઇચ્છા રાખનાર જે વૈદ્ય લોકો માંદા પડવાની ઇચ્છા કરે છે. રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા વૈદ્યના મનમાં દયા ક્યાંથી હોય ?
કેટલાક વૈદ્ય તો પોતાના સાધર્મી, દરિદ્ર, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભક્ષ્ય વસ્તુ પણ ઔષધમાં નાંખીને રોગીને ખવરાવે અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધન્વંતરીની જેમ જાતજાતના ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે.
થોડો લોભ રાખનારા પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા ઋષભદેવ ભગવાનના જીવ જીવાનંદ વૈદ્યની જેમ ઇહલોકે તથા પરલોકે ગુણકારી જાણવી.
ખેતી.
ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી થનારી, ત્રીજી વરસાદ તથા પાણીથી થનારી.
પશુ રક્ષા.
ગાય, ભેંસ, બકરી, ઊંટ, બળદ, ઘોડા, હાથી વગેરે જાનવરો પાળીને પોતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પળાતાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે.