________________
ગુરુવંદનનું ફળ. .
૧૩૫
દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરુની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચક્ખાણ લેવું. મંદિર ન હોય તો ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સદ્ગુરુને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે.
ગુરુવંદનનું ફળ.
એ વંદનાનું ફળ બહુ મોટું છે. વળી કહ્યું છે કે - માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મને ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દૃઢગ્રંથી શિથિલ કરે. કૃષ્ણે ગુરુવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યો. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પોતાના (શીતલાચાર્યના) ચાર ભાણેજોને પહેલાં ક્રોધથી દ્રવ્યવંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ગુરુવંદનના પ્રકાર અને વિધિ.
ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષ્યમાં કહ્યું છે કે ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું થોભવંદન અને ત્રીજું દ્વાદશાવર્તવંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું, બે ખમાસમણાં દે તે બીજું થોભવંદન જાણવું, અને બાર આવર્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે ખમાસમણાં દે, તે ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સર્વ સંઘે અંદરોઅંદર કરવું. બીજું થોભવંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન તો આચાર્ય, ઉપાધ્યાય આદિ પદે રહેલા મુનિરાજને જ કરવું. જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી. તેણે વિધિથી વંદના કરવી.
ભાષ્યમાં કહ્યું છે કે - પ્રથમ ઇરિયાવહી પ્રતિક્રમીને “સુમિન તુસુમ' ટાળવાને માટે સો ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે, દુઃસ્વપ્રાદિ પોતે અનુભવ્યા હોય તો એકસો આઠ ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરવો. પછી આદેશ માંગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માંગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણા દઈ રાઈયં આલોવે પછી ફરીથી બે વાંદણાં દે, અભિંતર રાઇઅં ખમાવે, પછી વાંદણાં દઈ, પચ્ચક્ખાણ કરે, પછી મળવાનö ઇત્યાદિ ચાર ખમાસમણાં દઈ, પછી સજ્ઝાય સંદિસાહું ? અને સજ્ઝાય કરૂં ? એ બે ખમાસમણે બે આદેશ માગી સઝાય કરે, એ પ્રમાણે પ્રભાત વખતનો વંદનવિધિ કહ્યો છે.
સંધ્યા સમયે વંદનનો વિધિ પ્રથમ ઇરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણાં દે, પછી દિવસ ચરમ પચ્ચક્ખાણ કરે પછી બે વાંદણાં દઈ દેવસિઅ આલોવે, પછી બે વાંદણાં દઈ દેવસઅ ખમાવે, પછી ચાર ખમાસમણાં દઈ આચાર્યાદિને વાંદીને આદેશ માગી દેવસિયપાયચ્છિત્ત વિસોધન અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સજ્ઝાય સંદિસાહું ? અને સજ્ઝાય કરૂં ? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણાં દઈ સજ્ઝાય કરે, એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે.