________________
૧૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ છે. હે સુજાણ ! તમારી દૃઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને તારે જે ઇષ્ટ માંગવું હોય તે માંગ.'
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરી કહ્યું કે, “હે દેવ ! જ્યારે તને યાદ કરૂં ત્યારે તું પાછો આવી જે હું કહું તે મારું કાર્ય કરજે.”
પછી તે દેવ “આ ધર્મદત્ત અદ્ભુત ભાગ્યનો નિધિ છે. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો” એમ કહેતો ધર્મદત્તનું વચન સ્વીકારી તે જ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી
મને હવે મારા રાજભવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે ?' એવા વિચારમાં છે એટલામાં તેણે પોતાને પોતાના મહેલમાં જોયો.
ધર્મદા રાજપુત્રે પોતાના મેળાપથી માબાપને, બીજા સગાંવહાલાંને તથા પોતાના ચાકરોને આનંદ પમાડ્યો અને પારણા માટે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી અને પછી પારણું કર્યું. ધર્મનિષ્ઠ પુરુષોનો આચાર ઘણો આશ્ચર્યકારી હોય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચોથીનું ધર્મણી. આ નામ પ્રમાણે તેમનામાં ગણ પણ હતા. તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી. એક દિવસે તે કન્યાઓ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઇને જાતિસ્મરણ જ્ઞાન પામી.
તેથી “જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન કલ્પ” એવો નિયમ લઇ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઇ એવો નિયમ કર્યો કે “આપણા પૂર્વભવનો મિલાપી ધનનો મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું અને બીજા કોઈ ને વરીશું નહીં. તે જાણી પૂર્વ દેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને માટે મોટો સ્વયંવર મંડપ કરાવ્યો. અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયો નહીં કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં ફળપ્રાપ્તિ થાય કે નહીં ? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં ક્યો સમજા માણસ જાય !''
એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરોનો રાજા ચારિત્રવંત થએલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયો. તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂછયું કે “મારી પુત્રીને પરણી મારું રાજ્ય ચલાવવા યોગ્ય કોણ પુરુષ છે ?” પ્રજ્ઞપ્તિએ કહ્યું. “તું તારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે.” પ્રજ્ઞપ્તિવિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણો હર્ષ પામ્યો અને ધર્મદત્તને બોલાવવા રાજપુર નગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઇ દેવતાની જેમ અદેશ્ય થઇ કૌતુકથી ધર્મરતિના સ્વયંવર મંડપે આવ્યો. અદેશ્ય રહેલા બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવર મંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હોય નહીં ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જોવામાં આવ્યા.