________________
આશાતનાના પ્રકાર.
૧૧૩ સારસંભાળ ન કરે તો સમકિતમાં પણ દૂષણ લાગે. જ્યારે ધર્મના કામમાં પણ આશાતના ટાળવા તૈયાર ન થાય અથવા આશાતના થતી જોઇને તેનું મન દુઃખાય નહીં ત્યારે તેને અર્વત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દષ્ટાંત છે કે; “કોઇક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈકે આંખ કાઢી નાંખેલી. તેના ભક્ત ભીલે તે દેખી મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં ચોડી.” માટે તે પોતાના સગાં વહાલાંનાં કામ હોય તેના કરતાં પણ અત્યંત આદરપૂર્વક દેરાસર વગેરેનાં કામમાં નિત્ય પ્રવર્તમાન રહેવું યોગ્ય છે. કહેલ છે કે :
શરીર, દ્રવ્ય અને કુટુંબ ઉપર સર્વ પ્રાણીઓને સાધારણ રીતે પ્રીતિ રહે, પણ મોક્ષાભિલાષી પુરુષોને તો શ્રી તીર્થકર, જિનશાસન અને સંઘ ઉપર અત્યંત પ્રીતિ હોય છે. આશાતનાના પ્રકાર.
જ્ઞાનની, દેવની અને ગુરુની એ ત્રણેની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. જ્ઞાનની આશાતના.
પુસ્તક, પાટી, ટીપણ, જપમાળા વગેરેને મુખમાંથી નિકળેલું થુંક લગાડવાથી; અક્ષરોના હીનાધિક ઉચ્ચાર કરવાથી, જ્ઞાન ઉપકરણ પોતાની પાસે છતાં અધોવાયુ સરવાથી જે આશાતના થાય છે એ સર્વ પ્રકારે જ્ઞાનની જઘન્ય આશાતના સમજવી.
અકાળે પઠન, પાઠન, શ્રવણ, મનન કરવું; ઉપધાન, યોગ વહ્યા વિના સૂત્ર ભણવું, ભ્રાંતિથી અશુદ્ધ અર્થની કલ્પના કરવી; પુસ્તકાદિને પ્રમાદથી પગ વગેરે લગાડવું, જમીન ઉપર પાડવું; જ્ઞાનનાં ઉપકરણ પોતાની પાસે હોવા છતાં આહાર-ભોજન કરવું કે લઘુનીતિ કરવી; એ સર્વ પ્રકારની જ્ઞાનની મધ્યમ આશાતના જાણવી.
પાટી ઉપર લખેલા અક્ષરોને થુંક લગાડી ભૂંસી નાખવા, જ્ઞાનના ઉપકરણ ઉપર બેસવું, સૂવું; જ્ઞાન અથવા જ્ઞાનના ઉપકરણ પોતાની પાસે છતાં વડીનીતિ કરવી; જ્ઞાન કે જ્ઞાનીની નિંદા કરવી, તેના સામા થવું, જ્ઞાન કે જ્ઞાનીનો નાશ કરવો, ઉસૂત્ર ભાષણ કરવું, એ સર્વ જ્ઞાનની ઉત્કૃષ્ટ આશાતના ગણાય છે. તે દેવની આશાતના.
વાસક્ષેપ, બરાસ કે કેસરની ડબી તથા કેબી, કળશ વગેરે ભગવંતને લગાડવા અથવા નાસિકા-મુખને ફરસેલાં વસ્ત્ર પ્રભુને અડાડવાં, તે દેવની જઘન્ય આશાતના.
ઉત્તમ-નિર્મળ ધોતીયાં પહેર્યા વિના પ્રભુની પૂજા કરવી, પ્રભુની પ્રતિમા જમીન ઉપર પાડવી, અશુદ્ધ પૂજન દ્રવ્ય પ્રભુને ચઢાવવાં, પૂજાની વિધિનો અનુક્રમ ઉલ્લંઘન કરવો તે મધ્યમ આશાતના.
તે પ્રભુની પ્રતિમાને પગ લગાડવો, સળેખમ, બળખો, થુંક વિગેરેનો છાંટો ઉડાડવો, નાસિકાના સળેખમથી મલિન થયેલા હાથ પ્રભુને લગાડવા, પ્રતિમા પોતાના હાથેથી ભાંગવી, ચોરવી, ચોરાવવી; વચનથી પ્રતિમાના અવર્ણવાદ બોલવા વગેરે દેવની ઉત્કૃષ્ટ આશાતના છે તે વર્જવી જોઇએ.
૧૫