________________
આશાતના વિષે.
૧૧૭ ૨. ગુરુની બે પાસે જમણી કે ડાબી બાજુ નજીક ચાલે તો અવિનયી જ ગણાય માટે આશાતના
થાય છે. ૩. ગુરુની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તેમાંથી ઉછળેલા સળેખમ,
બળખાનો છાંટો ગુરુને લાગવાથી આશાતના થાય છે. ૪. ગુરુને પીઠ કરી બેસે તો અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫. ગુરુને બે પડખે બરોબર નજીક બેસે તો પણ અવિનયનો દોષ લાગવાથી આશાતના સમજવી. ૬. ગુરુની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭. ગુરુની આગળ ઊભા રહે તો દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮. ગુરુની બે બાજુમાં ઊભા રહેવાથી સમઆસન થાય તે અવિનય છે માટે આશાતના સમજવી. ૯. ગુરુની પાછળ ઊભા રહેવાથી થુંક, બળખો લાગવાનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૧૦. આહાર પાણી કરતાં ગુરુથી પહેલાં ચળુ કરી (હાથ મોઢું ધોઈ) ઊઠી જાય તો આશાતના
ગણાય. ૧૧. ગુરુથી પહેલાં ગમનાગમનની આલોયણા લે તો આશાતના સમજવી. ૧૨. રાતે સૂતા પછી ગુરુ બોલે કે કોઈ જાગે છે? એમ પૂછવા છતાં પોતે કાંઈક જાગતો હોય
એ પણ આળસથી ઉત્તર ન આપે તો આશાતના લાગે. ૧૩. ગુરુ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બોલી ઊઠે તો આશાતના લાગે. ૧૪. આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરુને કહે તો આશાતના લાગે. ૧૫. આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે તો આશાતના
સમજવી. ૧૬. આહારપાણીની નિમંત્રણા પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે તો આશાતના લાગે. ૧૭. ગુરુને પૂછ્યા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે તો આશાતના
લાગે. ૧૮. ગુરુને આપ્યા પછી સ્નિગ્ધાદિ આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. ૧૯. ગુરુનું બોલ્યું, સાંભળ્યું, અણસાંભળ્યું કરી જવાબ ન આપે તો આશાતના સમજવી. ૨૦. ગુરુના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે-જવાબ આપે તો આશાતના લાગે. ૨૧. ગુરુએ બોલાવ્યા છતાં પણ પોતાને સ્થાને જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે. ૨૨. ગુરુએ કંઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો ? એમ પ્રશ્ન કરે તો આશાતના લાગે. ૨૩. ગુરુ કંઈ કહે તો તેવા જ વચનથી જવાબ કરે કે તમે જ કરોને ? તો આશાતના લાગે. ૨૪. ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુઃખ પામે તો આશાતના લાગે.