________________
૧૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એમ વિચારી પોતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બોધ કર્યો. એ રીતે ભવ્ય જીવો દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને માટે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લોકો મનુષ્યભવમાં હોવા છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બોધિરત્નને (સમ્યકત્વને) ખોઈ બેસે છે.
તે સમ્યકત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી ચ્યવીને તમારો પુત્ર થયો. એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દોહલા ઉત્પન્ન થયા તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યના પછવાડે તેનો પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દોહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં.
ગઇ કાલે એને જિનમંદિરે લઈ ગયા ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જોવાથી અને હંસના આગમની વાત સાંભળવાથી એને મૂર્છા આવી તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પોતાના મનથી જે એવો નિયમ લીધો કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મારે થાવજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પ.
નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે. કહ્યું છે કે નિયમ સહિત અને નિયમ રહિત એવો બે પ્રકારનો ધર્મ છે. તેમાં પહેલો ધર્મ થોડો ઉપાર્યો હોય તો પણ નિશ્ચયથી બીજા કરતાં અનંતગણું ફળ આપે છે. અને બીજો ધર્મ ઘણો ઉપાર્જન કર્યો હોય તો પણ અલ્પ પ્રમાણવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઇ પણ ઠરાવ કર્યા વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણું જ દ્રવ્ય ધર્યું હોય તો તેથી કિંચિત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય અને જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તો ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. એમ ધર્મના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી.
તત્ત્વોનો જાણ પુરુષ હોય તો પણ અવિરતિનો ઉદય હોય તો શ્રેણિક રાજાની જેમ તેનાથી નિયમ લેવાતો નથી અને અંવિરતિનો ઉદય ન હોય તો લેવાય છે. તો પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમનો ભંગ ન કરવો એ વાત તો આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્મદત્તે પૂર્વભવથી આવેલ ધર્મરુચિથી અને ભક્તિથી પોતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યો. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતાં માટે એણે દૂધ વગેરે પીધું આજે ક્ષુધા-તૃષાથી પીડાયો તો પણ દર્શનનો-વંદનાનો યોગ ન મળવાથી એણે મન દઢ રાખી દૂધ ન પીધું અમારા વચનથી એનો અભિગ્રહ પૂર્ણ થયો ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું.
પૂર્વભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા કરવા ધાર્યું હોય. તે સર્વ પરભવે પૂર્વભવની જેમ મળી આવે છે. એ મહિમાવંત પુરુષને પૂર્વભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચ્યવને જુદા જુદા મ્હોટા રાજકુળમાં અવતરી એની રાણીઓ થશે સાથે સુકૃત કરનારાઓનો યોગ પણ સાથે જ રહે છે.”