________________
૧૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કરું તો પણ તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને
ભેટ આપ્યું. - ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે “આ લોકમાં મારા સર્વ કાર્ય સફળ કરનારો એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે.” વસુમિત્રનાં એવાં વચનથી બન્યું તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે મારા કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે. કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હોવાથી તેની દૃષ્ટિનો પ્રભાવ પણ દૈવની જેમ ઘણો અદ્ભુત છે. તેની કુરદૃષ્ટિ જેની ઉપર પડે તે ઘણો માતબર હોય તો પણ કંગાળ જેવો થઇ જાય અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તો પણ માતબર થાય.'
ચિત્રમતિનાં એવાં વચનથી બન્યું તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને ગુરુની સેવા કરવામાં તત્પર હતો તેથી તેણે કહ્યું કે, જેના ચરણ કમળમાં મારા જેવા રાજાઓ ભ્રમરની જેમ તલ્લીન રહે છે તે જ સદ્ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે.
કૃપરાજા એમ કહે છે એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કોઈ ચારણ મુનિ દેવતાની જેમ ત્યાં આકાશમાંથી ઉતર્યા. કૃપ રાજા આદિ લોકો મુનિરાજને બહૂમાનપર્વક આસન દઈ વંદના આદિ કરી પોતપોતાને ઉચિત સ્થાને બેઠા. પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેટથું મૂક્યું. ત્યારે ચારણમુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કોઇપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતું હોય તો તેનો છેડો અરિહંતને વિષે જ આવવો યોગ્ય છે. . કારણ કે અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતને જ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ લોકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનું સમાન છે.”
ભદ્રક સ્વભાવનો ધન્ય ચારણમુનિના વચનથી હર્ષ પામ્યો અને પવિત્ર થઇ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવંતને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો અને શુભ ભાવના ભાવવા લાગ્યો. " એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હોય નહી એવું એક-એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું.
શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કોઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે.
પછી પોતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચારે કન્યાઓ પોત પોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વંદના કરવા આવે અને એવી ભાવના ભાવે કે “રાંક પશની જેમ અહોરાત્ર પરતંત્રમાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદવાનો નિયમ પણ