________________
ધર્મદત્તનો પૂર્વભવ.
૧૦૫
તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહીં અને ચઉવિહાર પચ્ચક્ખાણ કરનારની જેમ ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતા-પિતા, મંત્રી અને નગરના લોકો ઘણા દુ:ખી થયા, શું કરવું ? તે કોઇને સૂઝ પડતી નથી ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયેલ જ હોય નહીં ! એવા એક મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતર્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લોકોએ મુનિરાજને વંદના કરી. બાળકે દૂધ વગેરેનો ત્યાગ કરવાનું રાજાએ કારણ પૂછ્યું.
ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે “હે રાજન્ ! આ બાળકને રોગાદિની અથવા બીજી કાંઇ પણ પીડા નથી. એને તમે જિન પ્રતિમાનાં દર્શન કરાવો. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.'' મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિર લઇ જઈ દર્શન-નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લોકો આશ્ચર્ય અને સંતોષ પામ્યા ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે “આ શું ચમત્કાર !” મુનિરાજે કહ્યું કે હે રાજન્ ! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ.
ધર્મદત્તનો પૂર્વભવ.
જેમાં નિંઘ પુરુષ થોડા અને ઉત્તમ પુરુષ ઘણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રુરદૃષ્ટિ રાખનારો કૃપ નામે રાજા હતો. બુદ્ધિથી બૃહસ્પતિની બરાબરી કરી શકે એવો તે રાજાનો ચિત્રમતિ નામે મંત્રી હતો; અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારો વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીનો મિત્ર હતો. એક સુમિત્ર નામે ધનાઢ્ય વણિકપુત્ર વસુમિત્રનો મિત્ર હતો.
સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખો માન્ય એવો એક ધન્ય નામે સુમિત્રનો સેવક હતો. તે એક દિવસે ન્હાવા માટે સરોવર ગયો. તેને ઘણું સુગંધી હજાર પાંખડીવાળું દિવ્ય કમળ મળ્યું. તે સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયો. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વનો ઘણો પરિચય હોવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહીં દુર્લભ છે તેમ આ કમળ પણ દુર્લભ છે.” આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એનો ઉપયોગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ.' ધન્યે કહ્યું, “આ કમળનો ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન
ઉપયોગ કરીશ.'
પછી ધન્ય વિચાર કર્યો કે; “સુમિત્ર જ સર્વે સજ્જનોમાં શ્રેષ્ઠ છે અને તેથી જ તે મારા પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કોણ વધુ સારો લાગે હવે ભોળા સ્વભાવના ધન્યે એમ વિચારી જેમ કોઇ દેવતાને ભેટલું આપવું હોય તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે મારા શેઠ વસુમિત્ર સર્વે લોકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે. તેમનો મારા ઉપર એટલો બધો ઉપકાર છે કે હું અહોનિશ તેમનું દાસપણું
૧૪