________________
શ્રાવકનો પ્રકાર.
૨૫ જેમ પ્રવાહી (નરમ) અશુચિ પદાર્થને અડકતાં ખરેખર માણસ પણ ખરડાય છે. તેમ શિખામણ આપનારને જ જે દુર્વચન બોલે તે “ખરંટક શ્રાવક” સમજવો.
निच्छयओ मिच्छत्ती, खरंटतुल्लो सवित्ति तुल्लोवि ।
ववहारओ य सड्ढा, वयंति जिणवरा ईमु ॥६॥ ખરંટક અને સપત્ની (શોક્ય સમા) શ્રાવક એ બન્નેને શાસ્ત્રકારે તો નિશ્ચયનયમતથી મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે તેથી તેને વ્યવહાર શ્રાવક કહેવા. શ્રાવક શબ્દનો અર્થ
દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે (પાતળાં કરે, કે ઓછાં કરે, કે નિર્બળ કરે) તેને અને યતિ (સાધુ) પાસેથી સમ્યક સામાચારી સાંભળે તેને “શ્રાવક” કહેવાય. અહીં “શ્રાવક” શબ્દનો અભિપ્રાય (અર્થ) પણ “ભાવશ્રાવક”માં જ ઘટે છે. કહેલું છે કે :
श्रवन्ति यस्य पापानि, पूर्वबद्धान्यनेकशः ।
आवृतश्च व्रतैर्नित्यं, श्रावकः सोऽभिधीयते ॥१॥ પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે), અને વ્રત પચ્ચકખાણથી નિરંતર યુક્ત જ (વીંટાએલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
सम्मत्तदंसणाइ, पइदीअहं जइज्जणा सुणेइ अ।
सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥२॥ સમ્યક્ત્વાદિવાળી અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવશ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ।
कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरूत्तमाः ॥३॥ નવે તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરીને પાપને નષ્ટ કરે, (એટલાં આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतो श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥४॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણો શ્રાવક કહે છે.