________________
પૂજામાં ધારવા યોગ્ય બે હજાર ચુમ્મોત્તેર બાબતો. ૨૨. પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાનો ૧ ભેદ. ૨૩. એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ. ૨૪. દેરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારું પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦
પ્રકારની (મોટી આશાતના) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
એ પ્રમાણે ૩૦+૫+૨+૩+૩+૧+૧+૧૬૪૦+૧૮૧+૯ +૫+૧ ૨+૪+૧+૪+૪+ ૮+૧૨+૧૬+૧૯+૧+૧+૭+૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા.
વિધિપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કોઈ વખત અવિધિથી કરાય તો અલ્પફળ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિનો હેતુ પણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
જેમ ઔષધ અપથ્યથી ખાવામાં આવે તો તેથી મરણાદિ મહાકષ્ટની દેખીતી પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તો તેથી ભયંકર મહાકષ્ટ થાય છે.
ચૈત્યવંદનાદિ જો અવિધિથી થાય તો તેનું ઉલટું પ્રાયશ્ચિત આવે છે. જે માટે મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે :
અવિધિથી ચેત્યોને વાંદતા બીજા ભવ્ય જીવોને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. એ જ કારણ માટે અવિધિથી ચૈત્યને વાંદે તેને પ્રાયશ્ચિત્ત આપવું”.
દેવતા, વિદ્યા અને મંત્રાદિ પણ વિધિપૂર્વક આરાધે તો જ તેનું ફળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિનો હેતુ થાય છે. ચિત્રકારનું દૃષ્ટાંત.
ય નામે યક્ષ હતો. તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલું આશ્ચર્ય હતું કે જે દિવસે તેની યાત્રા ભરાવવાની હોય તે દિવસે જે ચિતારો તેનાં મંદિરમાં જઈ તેની મૂર્તિ આલેખે કે તત્કાળ તે ચિતારો મરણ પામે.
જો કોઈ વરસે યાત્રાના દિવસે કોઈપણ ચિતારો ચિતરવા ન જાય તો તે વર્ષે ગામના ઘણા લોકોને મરણ પમાડે કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા. તેથી રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમનાં નામ ઉતારી લઈ તે દરેકના નામની ચિઠ્ઠી કરી એક ગોળામાં ભરી રાખી અને એવો ઠરાવ કર્યો કે દર વર્ષે એક ચીઠ્ઠી કાઢવી. તેમાં જે નામની ચીઠ્ઠી આવે તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય.
એમ કરતાં કેટલાંક વર્ષ વીતી ગયા બાદ એક વરસે એક વૃદ્ધા સ્ત્રીને એક જ પુત્ર હતો તેમના નામની ચીટ્ટી નીકળવાથી તેને જવાનો વારો આવ્યો. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર છે જે તેના ધણીની જ પાસે ચિત્રકારની કળા શીખેલો હોવાથી તે વૃદ્ધાના પુત્રને ભાઈ સમાન ગણીને તેને ફકત મળવા માટે જ આવેલો હતો.
તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને યક્ષ તેનો પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જ ત્યાં જવું અને તે યક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરુભાઈને બચાવી શકીશ અને