________________
૭૧
નવ અંગની ચંદનાદિથી પૂજા.
“હે સ્વામી ! બાલ્યાવસ્થામાં મેરુશિખર ઉપર સોનાના કળશોથી અસુર-સુરોએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કર્યા છે તેને ધન્ય છે.” આ અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો.
અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવવો, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન, કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર . પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જળ કરવું સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી. નવ અંગની ચંદનાદિથી પૂજા.
પગના બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો નીચે લખેલ પ્રમાણે અભિપ્રાય છે.
સરસ સુગંધીવંત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી, ત્યારપછી જમણે ખભે ત્યારપછી ભાલસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચે અંગે તથા હૃદયે તિલક કરે તો છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજાં વિકસ્વર સુવાસિત પુષ્પથી પ્રભુની પૂજા કરે.” પહેલાંની કરેલી પૂજા કે આંગી પછી પૂજામાં વિવેક.
જો કોઈ કે પહેલાં પૂજા કરેલી હોય કે આંગીની રચના કરેલી હોય અને તેની પૂજા કે આંગી બની શકે એવી પૂજાની સામગ્રી પોતાની પાસે ન હોય તો તે આંગીના દર્શનનો લાભ લેવાથી ઉત્પન્ન થતા પુણ્યાનુબંધી પુણ્યમાં અંતરાય થવાના કારણે તે પૂર્વની આંગી ઉતારે નહીં. પણ તે આંગી પૂજાની વિશેષ શોભા બની શકે એમ હોય તો પૂર્વપૂજા ઉપર વિશેષ રચના કરે પણ પૂર્વપૂજા વિચ્છિન્ન કરે નહીં. જે માટે બૃહદ્ભાષ્યમાં કહેવું છે કે :
“હવે કોઈ ભવ્યજીવે ઘણો દ્રવ્ય વ્યય કરી દેવાધિદેવની પૂજા કરેલી હોય તો તે જ પૂજાને વિશેષ શોભા થાય તેમ જો હોય તો તેમ કરે.”
પ્રશ્ન:- પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો પૂર્વની આંગી નિર્માલ્ય થઈ ન કહેવાય ?
ઉત્તર :- “નિર્માલ્યના લક્ષણનો અહીંયાં અભાવ હોવાથી પૂર્વની આંગી ઉપર બીજી આંગી કરે તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ન ગણાય. નિર્માલ્ય તો તે કહેવાય કે જે દ્રવ્ય પૂજા કર્યા પછી વિનાશ પામ્યું, પૂજા કરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય ગણાય છે, એમ સૂત્રના અર્થને જાણનારા ગીતાર્થો કહે છે.” -------
- “જેમ એક દિવસે ચડાવેલાં વસ્ત્રો, આભૂષણાદિ-કુંડળ જોડી તેમજ કડાં વિગેરે બીજે દિવસે પણ ફરીથી આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિ પણ એકવાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવાં હોય તો પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં