________________
૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જે માટે વાદીર્વતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે સ્નાત્રજળથી ધારા જ્યાં સુધી પડે ત્યાં સુધી મસ્તક શૂન્ય ન રખાય માટે મસ્તક ઉપર પુખ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં (પ્રક્ષાલ કરતાં) ચામર વીંઝવા, ગીત-વાજિંત્રનો આડંબર સર્વ શક્તિથી કરવો. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવું હોય તો શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ બોલવો.
ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા જ હોય એવી ભગવંતના અભિષેકના જળની ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતોના ભાગને ફરીને પણ ભેદ કરો.” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અંગલુછણાં કરી વિલેપન, આભૂષણ વગેરેથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. “સર્વ પ્રકારનાં ધાન્ય, પકવાન્ન, શાક, વિનય, ઘી, ગોળ, સાકર, ફળાદિ બલિ ચઢાવવું. જ્ઞાનાદિ રત્નત્રયીની આરાધના નિમિત્તે અક્ષતની ત્રણ ઢગલી કરવી. સ્નાત્ર કરવામાં લઘુ-વૃદ્ધ વ્યવહાર ઉલ્લંઘવો નહીં.
વૃદ્ધ પુરુષ પ્રથમ સ્નાત્ર કરે, ત્યારપછી બીજા સર્વ કરે અને સ્ત્રીઓ શ્રાવક પછી કરે. કેમકે, જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે પણ પ્રથમ અય્યતેન્દ્ર ત્યારપછી યથાનુક્રમથી છેલ્લો સૌધર્મેન્દ્ર અભિષેક કરે છે. સ્નાત્ર થયા પછી અભિષેક જળ શેષની જેમ મસ્તકે લગાડે તો તેમાં કાંઈપણ દોષ લાગવાનો સંભવ થતો નથી. જે માટે શ્રી હેમચંદ્રાચાર્યે શ્રી વીરચરિત્રમાં કહેલું છે કે દેવ, મનુષ્ય, અસુર અને નાગકુમાર દેવતાઓ પણ અભિષેક જળને વંદના કરીને વારંવાર પોતાના સર્વ અંગે હર્ષ સહિત સ્પર્શ કરાવતા હતા. શાંતિજળ અંગે.
રામના ચરિત્રના ઓગણત્રીસમાં ઉદ્દેશામાં અષાઢ સુદ ૮થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાહ્નિકા (અઠ્ઠાઈ) મહોત્સવના અધિકારમાં કહેલ છે કે તે હવણ શાંતિ જળ, રાજાએ પોતાના મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પોતાની રાણીઓને મોકલાવ્યું અને તે રાણીઓએ પોતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણીને વૃદ્ધ કંચુકી સાથે મોકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણી શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણીવારે પણ વૃદ્ધ કંચુકીએ હવણ જળ લાવીને પટરાણીને આપ્યું અને કહેવા લાગ્યો કે હું વૃદ્ધ છું તેથી વાર લાગી તો માફ કરો. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિ જળ પોતાને મસ્તકે લગાવ્યું તેથી તેનો માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી.
વળી મોટી શાંતિમાં પણ કહે છે કે, શાંતિપાનીયં મત સાતવ્ય શાંતિજળ મસ્તકે લગાડવું. વળી પણ સંભળાય છે કે પ્રતિવાસુદેવ જરાસંઘે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સૈન્યને મૂકાવવા શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમનો તપ કરી આરાધન કરેલા ધરણેન્દ્ર પાસે પાતાળલોકમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાર્શ્વનાથના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો.
વળી જિનેશ્વર ભગવંતની દેશના થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ વગેરેએ ત્યાં ઉછાળેલી કૂરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ