________________
૭૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ પૂજાના ઉપકરણ જે કેસર, ચંદનાદિ તે સર્વ સાથે લઈને ઘણીવાર ગંભીર મધુર ધ્વનિથી જિનેશ્વર ભગવંતના ગુણના સમુદાયથી બંધાયેલા એવા મંગળ સ્તુતિ-સ્તોત્ર બોલતો બે હાથ જોડીને પગલે પગલે જીવરક્ષાનો ઉપયોગ રાખતો જિનેશ્વર ભગવંતના ગુણમાં એકાગ્ર મનવાળો થઈને ત્રણ પ્રદક્ષિણા દે. જો કે પ્રદક્ષિણા પોતાના ઘર દેરાસરમાં ભમતી ન હોવાને લીધે ન બની શકે અથવા બીજા દેરાસરમાં પણ કોઈ કાર્યની ઉતાવળથી પ્રદક્ષિણા કરી ન શકે તો બુદ્ધિમાન પુરુષ સદાય તેવા વિધિ કરવાના પરિણામને તો છોડે જ નહીં.
પ્રદક્ષિણા દેતાં સમવસરણમાં રહેલા ચાર રૂપે શ્રી વીતરાગને ધ્યાવતો. ગભારામાં રહેલા પાછળ તેમજ જમણા-ડાબા પાસામાં ત્રણ દિશાએ રહેલ ત્રણ બિંબને વંદન કરે. એટલા જ માટે સમવસરણના સ્થાનભૂત સર્વ દેરાસરના મૂળ ગભારાના બહારના ભાગમાં ત્રણ દિશાએ મૂળનાયકના નામનાં બિંબ ઘણું કરીને સ્થાપન કરેલા હોય છે, વર્નહૃત: પૃષ્ઠ ભગવાની પીઠ વર્જવી જોઈએ એવું જે શાસ્ત્રવાક્ય છે તે “પણ જો ભમતીમાં ત્રણે દિશાએ બિંબ સ્થાપન કહેલા હોય તો તે દોષ ચારે દિશામાંથી ટળે છે.
ત્યાર પછી દેરાસરનું પ્રમાર્જન, પોતીયા વિગેરેનું નામું લખવું, તે વિગેરે આગળ કહેવાશે, તે પ્રમાણે યથાયોગ્ય ચિંતાપૂર્વક પૂજા વિગેરે સામગ્રી તૈયાર કરી, દેરાસરના કામકાજ ત્યજવારૂપ બીજી “નિસાહિ” દેરાસરના મુખ્ય મંડપ આદિમાં કહે. ત્યારપછી મૂળનાયકને ત્રણ વાર પ્રણામ કરી પૂજા કરે. ભાષ્યમાં કહેલું છે કે :
ત્યાર પછી નિસાહિ કહીને દેરાસરમાં પ્રવેશ કરીને મૂળ મંડપમાં આવી પ્રભુ આગળ પંચાંગ નમાવીને વિધિપૂર્વક ત્રણ વાર પ્રણામ કરે. ત્યાર પછી હર્ષના વશથી ઉલ્લાસ પામતો મુખકોશ બાંધીને જિનરાજની પ્રતિમાના આગલા દિવસના ચડેલા નિર્માલ્ય ઉતારે ત્યારપછી મોરપીંછીથી પ્રભુને પ્રાર્થના કરે. ત્યારપછી જિનેશ્વર ભગવંતના દેરાસરની પ્રાર્થના પોતે કરે તથા બીજા પાસે કરાવીને વિધિપૂર્વક યથાયોગ્ય અષ્ટપટ મુખકોશ બાંધીને જિનબિંબની પૂજા કરે.”
મુખનો શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ તથા નાસિકાના શ્વાસ-નિશ્વાસ, દુર્ગધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકોશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષા ઋતુમાં કુંથુવા આદિની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા સ્નાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાંત અને પવિત્ર જગ્યાએ નખાવવાનો ઉપયોગ કરવો કે જેથી આશાતનાનો સંભવ ન થાય. અભિષેક.
ઘર દેરાસરે પૂજા કરવી હોય તો પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભોજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ-રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સન્મુખ ઊભો રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતો અભિષેક કરે.
बालतणमि सामिअ सुमेरुसिहरंमि कणयकलसेहिं । तिअसासुरेहिं ण्हवीओ ते धन्ना जेहिं दिछोसि ॥