________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી.
शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के त्र्यहं त्र्यहम् ॥
वहन् शस्तोऽनया वृत्त्या विपर्यासे तु दुःखदः ॥३॥ પડવેથી ત્રણ ત્રણ દિવસ શુક્લ પક્ષે સૂર્યોદયે ચંદ્રનાડી વહે અને કૃષ્ણ પક્ષે સૂર્યનાડી વહે, તે વખતે જો વાયુતત્ત્વ હોય તો તે દિવસ શુભકારી જાણવા અને તેથી વિપરીત હોય તો દુઃખદાયી સમજવા. •
शशाङ्केनोदयो वाय्वोः सूर्येणास्तं शुभावहम् ।।
उदये रविणा त्वस्य, शशिनास्तं शुभावहम् ॥४॥ વાયુ-તત્ત્વમાં ચંદ્રનાડી વહે ને સૂર્યોદય થાય અને સૂર્યનાડી વહે ને સૂર્યાસ્ત થાય; તેમજ સૂર્યનાડી વહે ને સૂર્યોદય થાય અને ચંદ્રનાડી વહે ને સૂર્યાસ્ત થાય તો સુખકારી સમજવું.
કેટલાક શાસ્ત્રકારોએ તો વારનો પણ અનુક્રમ બાંધેલો છે. તે આવી રીતે - રવિ, મંગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સોમ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા.
કેટલાક શાસ્ત્રકારોએ સંક્રાંતિનો પણ અનુક્રમ બાંધેલો છે. મેષ સંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભ સંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્રનાડીની ગણના કરવી.
सार्द्धघटीद्वयं नाडिरेकैकार्कोदयाद् वहेत् ।
अरघट्टींघटीभ्रान्तिन्यायो नाड्योः पुनः पुनः ॥५॥ સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય, તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કૂવાના રેંટની જેમ આખો દિવસ નાડી ફર્યા કરે છે.
षट् त्रिंशद्गुरुवर्णानां या वेला भणने भवेत् ।
सा वेला मरुतो नाड्या नाड्यां सञ्चरतो लगेत् ॥६॥ છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલો વખત લાગે છે, તેટલો વખત એક નાડીથી બીજી નાડીમાં વાયુને જતાં લાગે છે. પાંચ તત્ત્વ
उर्ध्वं वह्निरधस्तोयं तिरश्चीनः समीरणः ।
भूमिर्मध्यपुटे व्योम, सर्वगं वहते पुनः ॥७॥ ઊંચો પવન ચડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચો પવન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિર્થો પવન વહે ત્યારે વાયુતત્ત્વ, નાસિકાનાં બે પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાએ જ્યારે પવન ફેલાઈ જાય ત્યારે આકાશતત્ત્વ સમજવું.