________________
ચૌદ નિયમ.
૬. વલ્થ (વસ) - પાંચે અંગે પહેરવાના વેષ-વસ્ત્રનું પરિમાણ કરવું, ઉપરાંતનો ત્યાગ કરવો. એમાં રાત્રે પોતીઊં કે ધોતીઊં અને રાત્રિના પહેરવાનાં વસ્ત્રાદિ ગણાતાં નથી.
૭. કુસુમ અનેક જાતિનાં ફૂલ સુંઘવાનો, માળા પહેરવાનો, કે મસ્તક ઉપર રાખવાનો, કે શય્યામાં રાખવાનો નિયમ કરવો. ફૂલનો પોતાના સુખ-ભોગને માટે નિયમ થાય છે, પણ દેવા-પૂજામાં વાપરવાનો નિયમ કરાતો નથી.
૮. વાહણ- રથ, અશ્વ, પોઠીયો, પાલખી વિગેરે ઉપર બેસીને જવા-આવવાનો નિયમ
૯. સયસ (શવ્યા) - ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વિગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો.
૧૦. વિલવણ (વિલેપન)- પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વિગેરેનો નિયમ કરવો. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત-કંકણ, ધૂપ વિગેરે કહ્યું છે.
૧૧. બંભ ( બ્રહ્મચય) - દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ.
૧૨. દિસિ (દિશાપરિમાણ) - અમુક અમુક દિશાએ આટલા કોશ અથવા યોજનથી આગળ ન જવાનો નિયમ કરવો.
૧૩. રહાણ (સ્નાન) - તેલ ચોળીને સ્નાન કરવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી.
૧૪. ભાત - રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિમાણ કરવું. અહીંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઇ છૂટ રાખીને જેમ બની શંકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેનો યથાશક્તિ નિયમ કરવો. પચ્ચકખાણ કરવાની રીત.
એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચકખાણ કરવાં. તે નવકારશી, વિગેરે કાલપચ્ચકખાણ જો સૂર્યોદય પહેલા ઉચ્ચર્યું હોય તો શુદ્ધ થાય; નહીં તો નહીં. બાકીના પચ્ચકખાણ સૂર્યોદય પછી પણ કરાય છે.
નવકારસહી જો સૂર્યના ઉદય પહેલા ઉચ્ચારેલી હોય, તો તે પૂરી થયા પછી પણ પોરસી, સાતૃપોરસી વિગેરે કાળ-પચ્ચકખાણ પણ જે જે પચ્ચકખાણનો જેટલો જેટલો કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચખાણ શુદ્ધ થતું નથી. જો સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પોરસી આદિ પચ્ચકખાણ કર્યા હોય, તો તે પચ્ચકખાણની પૂર્તિ ઉપર બીજું કાળ પચ્ચકખાણ શુદ્ધ થતું નથી અને તેની અંદર તો શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. ૧. રેલ્વે, મોટર, વિમાન, ટ્રામ, બસ, સાયકલ, વિગેરે આધુનિક વાહનો પણ આ નિયમમાં આવી જાય છે.