________________
૬૨
- શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ન કરવું, અજાણ્યા પાણીથી જેમાં પ્રવેશ કરવો મુશ્કેલ હોય એવા પાણીમાં પેસીને, મલિન લોકોએ મલિન કરેલા પાણીમાં અને સેવાળ કે ઝાડના ગુચ્છથી ઢંકાયેલા પાણીમાં પેસીને સ્નાન કરવું . એ યોગ્ય નથી. શીતળ જળથી સ્નાન કરીને તરત ઉષ્ણ ભોજન, તેમજ ઉષ્ણ જળથી સ્નાન કરીને તરત શીતળ અન્ન ખાવું નહીં અને સ્નાન કરીને તેલ માલીશ કરવું નહીં. સ્નાન કરતાં જણાતી અગમચેતીઓ.
સ્નાન કરીને ઊડ્યા પછી તરત જ પોતાના શરીરની કાંતિ બદલાઈ જાય, માંહોમાંહે દાંત ઘસાવા લાગે અને શરીરમાં મૃતકના જેવી ગંધ છૂટે તો તે પુરુષ ત્રીજે દિવસે મરણ પામે. સ્નાન કરી રહ્યા કે તરત જ જો હૃદય અને બે પગ એકદમ સુકાઈ જાય તો છટ્ટે દિવસે મરણ પામે એમાં સંદેહ નથી. સ્નાન કરવાની જરૂરી સમય.
મૈથુન સેવ્યા પછી, ઉલટી કર્યા પછી, સ્મશાનના ધૂમ્રનો સ્પર્શ થયા પછી, નઠારું સ્વપ્ર દીઠા પછી અને ક્ષૌરકર્મ (હજામત કરાવ્યા) પછી શુદ્ધ નિર્મળ પવિત્ર જળથી જરૂર સ્નાન કરવું. હજામત ન કરાવવા અંગે.
તલાદિ મર્દન કીધા પછી, સ્નાન કીધા પછી, ભોજન કીધા પછી, વસ્ત્રાભૂષણ પહેર્યા પછી, પ્રયાણ કરવાને દિવસે, રણમાં જવા વખતે, વિદ્યા-યંત્ર-મંત્રાદિકનો પ્રારંભ કરવા વખતે, રાત્રે, સંધ્યાકાળે, પર્વને દિવસે અને નવમે દિવસે (જે દિવસે હજામત કરાવી હોય તે દિવસથી નવમે દિવસે) હજામત કરાવવી નહીં.
ઉત્તમ પુરુષે દાઢી અને મુંછના વાળ તથા નખ એક પક્ષમાં એક જ વાર લેવરાવવા (ઉતરાવવા); અને પોતાના દાંતવડે કે હાથવડે પોતાના નખ ચાવવા કે ઉચ્છેદ કરવા નહીં. દ્રવ્ય સ્નાન.
સ્નાન એ શરીરને પવિત્રાનું અને સુખનું, તેમજ પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ છે, બીજા અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે :
પાણીથી કેવલ શરીરની ચામડીની જ થોડા સમય પૂરતી શુદ્ધિ થાય છે અને તેના સ્નાનથી એકાંતે શુદ્ધિ જ થાય છે એવું પણ નથી; કારણ કે - તેવા પ્રકારના રોગીઓને જરાપણ શુદ્ધિ હોતી નથી. શરીરમાં રહેલા અન્ય કાન, નાક આદિમાં રહેલા મેલને દૂર ન કરતું હોવાથી, અથવા તો પાણીમાં રહેલા અપ્લાય સિવાયના બીજા જીવોને ઉપદ્રવ કરનાર ન હોવાથી જલસ્નાન દ્રવ્યસ્નાન (બાહ્યસ્નાન) કહેવાય છે.
જે ગૃહસ્થ ઉપર લખેલી વિધિવડે દેવ-ગુરુની પૂજા કરવા માટે જે દ્રવ્યસ્નાન કરે છે તેને તે પણ શોભનીય છે. દ્રવ્યસ્નાન શોભનીય છે તેનો હેતુ બતાવે છે :
દ્રવ્યસ્નાન એ ભાવશુદ્ધિનું નિમિત્ત છે, એ અનુભવ સિદ્ધ છે. અપ્લાયની વિરાધનાનો દોષ હોવા છતાં, સમ્યકત્વ શુદ્ધિ આદિ ગુણો પ્રાપ્ત થતા હોવાથી શુભ છે.