________________
૪૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો કે, કમલશ્રેષ્ઠીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો, તો પણ તેથી તેને અર્થ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જો પુણ્યને અર્થે નિયમ લે, તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે પુણ્યની ઇચ્છા કરનાર પુરુષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલો નાનો હોય, તો પણ કમલશ્રેષ્ઠીની માફક ઘણાં લાભને માટે થાય છે. પરિગ્રહપરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત આગળ કહીશું. નિયમ લેવાનો વિધિ
પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મને સત્ય માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર, બે વાર કે એક વાર જિનપૂજા કે ભગવંતનાં દર્શન કરવા અને આઠ થીયે કે ચાર થયે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને, જો ગુરુનો સંયોગ હોય, તો તેમને વૃદ્ધવંદન
લઘુવંદનથી વાંદરા અને ગુરુનો સંયોગ ન હોય, તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય તેને) તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો.
ચોમાસામાં, પાંચ પર્વમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવાનો; વાવજીવ દર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી, પ્રભુ આગળ ધરી પછીથી ખાવાનો તેમજ દર વર્ષે જે નવાં ફળ-ફૂલ આવે, તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો નિયમ રાખવો.
દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો); અષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી, પર્યુષણ વિગેરે મોટી પર્વણીમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો, નિરંતર પર્વણીમાં કે વર્ષમાં કેટલીકવાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિ ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો; દરમાસે કે, દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે, પ્રભુના જન્મકલ્યાણકાદિ દિવસે દેરાસરના મોટા આડંબર મહોત્સવ પૂર્વક ધ્વજા ચડાવવાનો પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાનો; તેમજ રાત્રિજાગરણ કરવાનો નિરંતર કે, ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાનો, ચૂનો ધોળાવવાનો, તથા ચિત્રામણ કરાવવાનો પ્રતિવર્ષે કે, પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતરની કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના કામ માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વજનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો નિયમ કરવો.
પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં, ખેશ, કટાસણાં(મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદોરા, ૩ કાંબળી પ્રમુખ મૂકવાનો; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરી શાળામાં મૂકવાનો પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો પ્રતિવર્ષે પ્રભાવના કરીને કે પોસાતી
* ગુરુને વંદનવિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે.