________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ किं मे कडं किच्चं मे किच्चं च किं सेसं, किं सक्कणिज्जं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवज्जयामि ॥२॥ હું કોણ છું, મારી કઈ જાત છે? મારું ક્ય કુળ છે? મારા દેવ કોણ છે ? ગુરુ કોણ છે ? મારો ધર્મ કયો છે ? મારો અભિગ્રહ ક્યો? મારી અવસ્થા શું છે ? શું મેં મારું કર્તવ્ય કર્યું કે નહીં ? કાંઈ ન કરવા યોગ્ય કર્યું કે શું ? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું ? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતો નથી શું ? અન્ય જન મારું સારું કે ખરાબ શું જુવે છે ? અને હું પોતાનું સારું-ખરાબ શું જોઉં છું? મારામાં રહેલો હું ક્યો દોષ છોડતો નથી ?
એમ જ આજે કઈ તિથિ છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકોમાં ક્યું કલ્યાણક છે? અથવા આજે મારે શું શું કરવું જોઈએ ? ઇત્યાદિ વિચાર કરે.
આ ધર્મજાગરિકામાં ભાવથી પોતાનું કુલ, ધર્મ, વ્રત ઇત્યાદિનું ચિતવન, દ્રવ્યથી સદગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં ? પુરમાં ? ગામમાં ? અથવા સ્થાનમાં છું? કાળથી હમણાં પ્રભાત કે રાત્રિ બાકી છે ? ઇત્યાદિ વિચાર કરવો. પ્રસ્તુત ગાથાના “સ નથL નિયમરૂ' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારનો અહીં સંગ્રહ કર્યો છે.
એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતાનો જીવ સાવધાન થાય છે. પોતાનાં કરેલાં પાપ, દોષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે -
આનંદ, કામદેવાદિ શ્રાવકો પણ પાછલી રાત્રે ધર્મ-જાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની પડિમા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા, માટે “ધર્મ-જાગરિકા” જરૂર કરવી.
ધર્મ-જાગરિકા કર્યા પછી જો પડિક્કમણું કરતો હોય તો તે કરે; પડિકમ્પણું ન કરતો હોય, તેણે પણ “રાગ” એટલે મોહ, માયા અને લોભથી ઉત્પન્ન થયેલા તે “કુસ્વપ્ર” અને “ષ” એટલે ક્રોધ, માન, ઇર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે “દુઃસ્વપ્ર” તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ર એ ત્રણમાં પહેલાના પરિહાર માટે એકસો આઠ શ્વાસોચ્છવાસનો અને બાકીના બેના પરિહાર માટે સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો.
વ્યવહાર-ભાષ્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ; અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ર આવ્યું હોય, તો સંપૂર્ણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જો સ્વપ્રમાં મૈથુન સેવ્યું હોય, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. કાયોત્સર્ગ :
“ચંદેસુ નિમ્મલયરા” સુધી એક લોગસ્સના પચ્ચીસ શ્વાસોચ્છવાસ ગણાય છે. એવો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી એકસો શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કર્યો ગણાય છે. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરવો હોય તો ચાર લોગસ્સ. “સાગરવરગંભીરા' સુધી ગણવા જોઈએ.”