________________
શુકરાજની કથા. શુકરાજનો પૂર્વભવ
“ભક્િલપુર નગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે હંસી અને સારસી નામે વિજયદેવ રાજાની રંભાસની પુત્રીઓને પરણ્યો હતો. એકદા શંખેશ્વરની યાત્રા કરી સિદ્ધાચલ તરફ જતાં સંઘમાં બીરાજતા શ્રુતસાગર આચાર્યની ધર્મદેશનામાં સિદ્ધાચલ તીર્થના એકવીસ નામનો મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પોતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણી ન લેવાનો તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી માર્ગમાં સિદ્ધાચલ વિકર્યો. રાજાએ સત્ય તીર્થ માની પોતાનો અભિગ્રહ યક્ષ વિકર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર વસાવી વિકર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યો.
કર્મની ગતિ વિચિત્ર છે તે મુજબ અંત સમયે અણસણપૂર્વક પ્રભુનું ધ્યાનસ્મરણ કરવા છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેનો જીવ ભરાયો અને રાજા મરી પોપટ જાતિમાં જન્મ પામ્યો. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલોકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબોધ પમાડ્યો. પોપટ તીર્થભક્તિ કરી, અંતે અણસણ કરી દેવલોકમાં દેવ થયો. હંસીનો જીવ દેવલોકમાંથી ચ્યવી હે રાજા ! તું મગધ્વજ રૂપે થયો અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બન્નેનો મેળાપ કરાવનાર પોપટ તે બીજો કોઈ નહિ પણ જિતારી રાજાનો જીવ દેવ હતો તે મરી તમારા પુત્રરૂપે શુકરાજ થયો છે.
આંબાના વૃક્ષ નીચેની તમારી વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બન્નેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ્યો કે, હું તેમને પિતા અને માતા કેમ કહું ? આથી તેણે પોતાની વાણી બંધ કરી છે પણ “હે શુકરાજ કુમાર ! આ સંસાર વિચિત્ર છે, માતા, પિતા, પુત્ર, સ્ત્રી, ભાઈ, બહેન અને પુત્રી વિગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબંધે ઉત્પન્ન થાય છે, પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી, મારા વૈરાગ્યનું કારણ પણ આવા સંયોગ જ છે. માટે તું તારી જિહા ખુલ્લી કર.” મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને “રૂછામિ મસમો' બોલવાપૂર્વક વંદન કર્યું અને કેવળી ભગવંતે કહેલ વાત સાક્ષાત્ દેખતો હોય તે રીતે ફરીથી માતાપિતાને કહી સંભળાવી પોતાની જિહા ખુલ્લી કરી.
મૃગધ્વજ રાજાએ કેવલી ભગવંતને સાથે સાથે પૂછી લીધું કે, “મને વૈરાગ્ય ક્યારે થશે? જવાબમાં ભગવાને ઉત્તર આપ્યો કે, “ચંદ્રાવતીના પુત્રને જોશો ત્યારે તમને દઢ વૈરાગ્ય થશે.' ત્યારબાદ કેવળી ભગવાને અન્યત્ર વિહાર કર્યો.
સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યો તેનું નામ હંસરાજ પાડ્યું. રામ-લક્ષ્મણની જોડી જેવા શુકરાજ-હંસરાજ અરસ-પરસ પ્રત્યેની પ્રીતિ સહ મોટા થવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ મૃગધ્વજ રાજાના દરબારમાં આવી, ગોમેધયક્ષ વિગેરે વિમલાચલ તીર્થે જવાના છે, અને તીર્થની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્રામાં આજ્ઞા કરી છે, “તો હે મૃગધ્વજ રાજા ! તીર્થરક્ષા માટે એક પુત્રને આપો.” રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તીર્થરક્ષા માટે શુકરાજને મોકલ્યો. શુકરાજ તીર્થની રક્ષા અનન્ય ભક્તિપૂર્વક કરવા લાગ્યો, અને તે દરમિયાન