________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ૨. વતશ્રાવક- સમ્યત્વમૂળ સ્થૂળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધરનારા: ૧ પ્રાણાતિપાતત્યાગ, ૨ અસત્ય-ત્યાગ, ૩ ચોરી-ત્યાગ, ૪ મૈથુન-ત્યાગ, ૫ પરિગ્રહ-ત્યાગ, એ પાંચે સ્થૂળથી તજાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી, તે વ્રત શ્રાવક.)
આ વ્રતશ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દેષ્ટાંતરૂપ બતાવે છે સુરસુંદરકુમાર શેઠની સ્ત્રીઓનાં દષ્ટાંત
સુરસુંદરકુમાર એક વખત પોતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જોતો હતો. તેવામાં ત્યાં ગૌચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતાં તેણીઓને કહ્યું કે, “તમે અમારાં પાંચ વચન અંગીકાર કરો, તો તમારા સર્વ દુઃખ દૂર થશે.” આ વખતે ગુપ્તપણે રહેલા સુરસુંદરકુમારે આ હકીકત સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે, “આ કોઈક ઉલ્લેઠ મુનિ જણાય છે; કેમકે, જ્યારે મારી સ્ત્રીઓએ તેને પોતાનું દુઃખ મટાડવાનો ઉપાય પૂછયો ત્યારે તે તેણીઓને વચનમાં બાંધી લેવા ધારે છે, માટે એ ઉલ્લેઠને હું પાંચે અંગે પાંચ પાંચ દંડના પ્રહાર કરીશ.”
સ્ત્રીઓએ પૂછ્યું કે, “તમે ક્યા પાંચ વચન અંગીકાર કરાવવા માંગો છો ?” મુનિએ કહ્યું, “પહેલું, તમારે કોઈ પણ ત્રસ (હાલી ચાલી શકે એવા) જીવને માવજીવ સુધી મારવો નહીં” એવું દૃષ્ટાંતપૂર્વક કહેવાથી તે પાંચે સ્ત્રીઓએ આ પહેલું વ્રત અંગીકાર કર્યું.
પર વિચારવા લાગ્યો કે, ખરેખર આ કાંઈ ઉલ્લંઠ દેખાતો નથી. આ તો મારી સ્ત્રીઓને કાંઈક શિખામણ આપે છે. આથી તો મને પણ ફાયદો મળશે, કેમ કે તેઓ રિસાવાથી કોઈપણ વખતે મને મારી શકશે નહીં માટે એણે મને ઉપકાર કર્યો. તેના બદલામાં મેં જે તેને પાંચ દંડના પ્રહાર કરવા ધારેલા છે તેમાંથી એક ઓછો એટલે ચાર મારીશ.
પછી મુનિ બોલ્યા કે, “તમારે કોઈપણ વખતે જાઠું બોલવું નહીં એવું પચ્ચકખાણ લો. તેણીઓએ તે કબૂલ કીધું (આ વખતે શેઠે પણ પહેલાંની યુક્તિપૂર્વક એક એક દંડપ્રહાર ઓછો કરી ત્રણ મારવા ધાર્યું.)
પછી મુનિએ કહ્યું કે તમારે ચોરી-અદત્ત લેવું નહીં. આનું પણ પચ્ચકખાણ તે સ્ત્રીઓએ કર્યું. (ત્યારે વળી સુરસુંદરકુમારે એક પ્રહાર ઓછો મારવાનું ધારી બે બે બાકી રાખ્યા.)
પછી શીયળ પાળવા વિષે મુનિએ કીધું; તે પણ તેણીઓએ સ્વીકાર્યું. (આ સાંભળી શેઠ એક એક પ્રહાર ઓછો કરી ફક્ત એક પ્રહાર કરવા નક્કી કર્યું.)
પાંચમું પરિગ્રહનું (દ્રવ્યાદિક વિગેરે દરેક વસ્તુ પ્રમાણથી વધારે ન રાખવાનું) પચ્ચકખાણ કરવાનું મુનિએ જણાવ્યું, તે પણ તેણીઓએ અંગીકાર કર્યું. (એક એક કરવા ધારેલો બાકી રહેલો પ્રહાર પણ સુરસુંદર શેઠે આ વખતે માંડી વાળ્યો.) - એમ પાંચે સ્ત્રીઓને મુનિએ પાંચે વ્રત ઉચ્ચરાવ્યાં, જેથી તેઓના પાંચે દંડ પ્રહાર બંધ કર્યા અને વળી વિચારવા લાગ્યો કે, હા ! હા ! હું મહાપાપી થયો; કેમકે જે મારા ઉપકારી તેના