________________
ડહોળનારા સાધનો ઉભા કરવા, એ અર્થ થાય છે. પ્રજાનો બુધ્ધિભેદ પણ પ્રજાના નાશનું મોટું કારણ થાય છે.
૫. પ્રકીર્ણ ૧. સીવીલાઈઝની સંસ્કૃતિ-એટલે હાલનો જમાનાવાદ. જે નવો ઉત્પન્ન કરવામાં આવેલ છે. તે કુદરતી નથી. જો તેને જગતમાં વ્યાપક કરવો હોય, તો આર્ય સંસ્કૃતિ ટકી શકે જ નહીં! આર્ય સંસ્કૃતિએ ટકવું હોય, તો સિદ્ધાન્ત તરીકે જમાનાવાદને ટેકો આપી શકાય નહીં.
૨. ઐતિહાસિક શોધખોળ-આજની ઐતિહાસિક શોધ ખોળ અને પુરાતત્ત્વ આપણને અવળે માર્ગે દોરનાર છે, તેની સાથે આપણા શાસ્ત્રના સત્યો તોળી જોવાની જરૂર નથી. પરંતુ આપણા સત્ય વિધાનોને મદદ મળે તેવી ઐતિહાસિક શોધખોળો અને પ્રાચીન અવશેષોની શોધખોળ સ્વતંત્રપણે કરવી જોઈએ. યુરોપીયનોએ શોધેલી ઐતિહાસિક શોધોને સાચી માની તેની સાથે આપણા શાસ્ત્રો ઘટાવીશું તો તે લગભગ ખોટા માલૂમ પડવાના. આપણા શાસ્ત્રોની બિનાઓ ઉપર દઢ શ્રદ્ધા રાખી તેની સાથે સંવાદક શોધ ખોળો શોધી તેની સાથે ઘટાવીશું, તો આપણા શાસ્ત્રો ખરા લાગશે, અને શાસ્ત્રો ઉપર દઢ શ્રદ્ધા ટકી રહેશે. બુદ્ધિભેદ થવાના કારણનો આ સૂક્ષ્મ માનસિક પ્રકાર છે. આપણે એક લખાણ લખીને સામાને સુધારવા આપીયે, તે ગમે સુધારો કરે, છતાં મોટે ભાગે આપણી ગોઠવણમાં તે આવી જાય છે. અને તેમના લખાણમાં આપણે ગમે તેટલા ફેરફાર કરીયે, તો પણ આપણે મોટે ભાગે તેની ગોઠવાણમાં આવી જઈએ છીએ. એવા કેટલાક દસ્તાવેજી લખાણો થાય છે. તેવી બારીક ગોઠવણ આ પુરાતત્ત્વની આજની ગોઠવાયેલી શોધખોળમાં છે. એની એ વાત એવી ખુબીથી મૂકાય, કે તેમાંથી અનુકૂળ કે વિપરીત જેવી અસર ઉપજાવવી હોય, તેવી ઉપજાવી શકાય છે.
૩. જીવદયા-આપણી જીવદયા સર્વ પ્રાણીઓને બચાવવાની છે, મનુષ્યોને પણ. પરંતુ મનુષ્ય પ્રાણી બુદ્ધિશાળી હોવાથી પોતાની જાતે પોતાનો બચાવ કરી શકે છે. વળી, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, વિગેરે. મનુષ્ય જાતિએ મનુષ્યોના બચાવ માટે ગોઠવેલ છે. માત્ર મુંગા પ્રાણીઓનું કોઈ પણ બેલી ન હોવાથી તેને માટે આપણે અનેક પ્રકારે દયા પળાવીએ છીએ. - ધંધામાં ઉપયોગમાં આવતા ગાય બળદ વિગેરે પાળેલા પ્રાણીઓ જન સમાજના ધંધાનું અંગ હોવાથી લોકો તેનું રક્ષણ કરે છે. એટલે એ પણ બોજો આપણે માથે ન રાખતાં માત્ર લુલા લંગડા પૂરતી પાંજરાપોળો મારફત જીવદયાનો પ્રશ્ન ઉકેલીયે છીએ.
૨૦