________________
ન વાપરે તો સારૂં તેવો ઉપદેશ આપવો એ કર્તવ્ય છે.
બ્રહ્મચર્યના ફાયદા સમજાવવા કરતાં તેની પ્રતિજ્ઞાઓ લેવડાવવી વધારે ઉત્તમ છે, કેટલીકવાર ફાયદા સમજાવવા જતાં તેનું વિવેચન કરવું પડે, તે બ્રહ્મચર્યની બાબતમાં યોગ્ય નથી.
૧૨. યાત્રિક ધંધાઓના પ્રચારથી, પ્રથમના ધંધામાં જ આખો દિવસ પ્રજાને યોગ્ય વ્યાયામ મળતો હતો, તે મળતો બંધ પડતો જાય છે, બેકારીને અંગે પૌષ્ટિક ખાનપાન અને નિશ્ચિત જીવન ઘટતા જાય છે, ત્યારે કારખાનાઓમાં વધુ પડતો વ્યાયામ અને ગુંગળામણ ભરેલા જીવનને લીધે લાખો વર્ષથી સંગઠિત થયેલું પ્રજાના મોટા ભાગનું આરોગ્ય નદીના પૂરની માફક વહી જઈ દિવસે ને દિવસે હીનકોટિ ઉપર પહોંચી રહ્યું છે. તેને આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓ ટકાવી શકે તેમ છે જ નહી. ઉલટા તે નાશ પામતા પ્રજાના આરોગ્ય તરફ પ્રજાનું ધ્યાન જવા ન દેતાં પ્રજાને ભૂલાવામાં પાડી આશામાં ને આશામાં ગફલતમાં રાખે છે. અને અમુક સંખ્યાને જ લાભ આપી શકે છે. આ બેકાર દેશ તેના ખર્ચન પૂરો પહોંચી વળી શકે તેમ નથી. વ્યાયામના વિદેશી સાધનોના વકરાની અખાડા પણ એક નાની છતાં ધીમે ધીમે વિકાસ પામતી એજન્સી છે.
પ્રજાની સ્વાભાવિક સ્થિતિમાં અખાડા અને વ્યાયામશાળાઓ પોષક થાય, ત્યારે અત્યારે નુકશાનકારક થાય છે, અને તે આખી પ્રજાના નાશ પામતા આરોગ્યને સાંધવાનો સર્વગ્રાહી ઉકેલ પણ નથી. આ તત્ત્વ માર્મિકજ માણસો સમજી શકશે. માટે જેમ બને તેમ પ્રજાનું સ્વાભાવિક જીવન ને તુટે, તે ખ્યાલમાં રાખવાનું છે. અને તેટલા આરોગ્યથી સંતોષ માનવો. નહીંતર કડી લેવા જતાં પાટણ ખોવાનો વારો આવશે. માટે તેમાં પ્રજા ન દોરાય, અને “વ્યાયામના અખાડામાં ન જવાથી એકંદર નુકશાન” માનવાની ભ્રમણા દૂર કરવા જેવી છે. આજના અખાડાઓ અને વ્યાયામ શાળાઓની મદદ વિના જાતમહેનતના કામથી જો પ્રજા વ્યાયામ મેળવે, તો તેની સામે વાંધો લેવા જેવું નથી.
૪. મોક્ષ
૧. તત્ત્વજ્ઞાની, પરમતપસ્વી, ક્રિયાપાત્ર, વ્યાખ્યાની, શાસ્ત્રજ્ઞ, લોકશ, વિવિધ વિદ્યાવારિધિ, આચારશીળ, વિધિના ખપી, સંસ્કૃતિશ, સંસ્કૃતિના રક્ષક: વિગેરે જુદી જુદી શક્તિ ધરાવતા મુનિમહાત્માઓ-બાળ, મધ્યમ અને બુધ પાત્રોને મોક્ષમાર્ગની અભિમુખ રાખી શકે, તેવા દરેક સંઘાડાઓમાં હોવા ઈટ છે.
૨. ઉપાશ્રયના ભૂષણભૂત પ્રતિક્રમણ અને વ્યાખ્યાનમાં, મંદિરના ભૂષણભૂત મહાપૂજાઓ અને ઉત્સવોમાં, જૈનશાસનના ભૂષણભૂત વરઘોડાઓ અને ઉઘાપનાઓ
.
૧૮