________________
૩. કામ ૧. સંયમ ધર્મ, પૂર્વના મહાપુરુષો, પૂર્વજો, ધર્મગુરુઓ, આર્યભાવનાવાળા મા-બાપો, પ્રાચીન સંસ્કૃતિ તરફ પ્રેમ, જીવનની સાદાઈ, આર્યસંસ્કૃતિને અનુસરતા દરેક પ્રકારના રીતરીવાજો, આર્યકુટુંબની લજ્જા, શરમ, મર્યાદાઓ પાળવી વિગેરે તરફ પ્રજાનો આદર ટકાવી રાખવો જોઈએ.
૨. પહેરવેશ, ઘર, શહેર, ગામડાં વિગેરેની રચનામાં સાદાઈ અને આર્ય રીતભાત અને શિલ્પના નિયમો વિગેરે ટકી રહેવા જોઈએ.
૩. પૂર્વકાળથી ચાલ્યા આવતા લગ્નાદિ વ્યવહારો અને તેના ઉત્સવો ચાલ્યા આવતા રીતરીવાજ પ્રમાણે જ ચાલુ રહેવા જોઈએ.
૪. પુરોહિતો, ગોરો, ધર્મસંસ્થાઓ વિગેરેના જે સંબંધો અને લેવડદેવડ, કર વિગેરે હોય તે ચાલુ રહેવા દેવા જોઈએ. તોડવા નહી, ને નવી રીત દાખલ થવા ન દેવી. અમલદારોની જાળ ઓછી કરી, પ્રજાનો આર્થિક શોષણનો ભાર ઓચ્છો કરી, વેઠ, વિગેરે ચાલુ રહે, તેમાં એટલું નુકશાન નથી. અમલદારોના પગાર પૂરા પાડવા, અને વેઠ બન્નેય બોજા ઉપડી ન શકે. વેઠ શબ્દમાં સહકાર, સહાનુભૂતિ, સેવા અને મદદનો ભાવ છે, છતાં તેને હાલમાં ખોટા રૂપમાં ગોઠવી નિંદવામાં આવ્યો છે.
૫. જૈન લગ્નવિધિ, ઓછા ખર્ચના લગ્ન, સીવિલ મેરેજ, લગ્ન કરાર, આંતરજાતીય-આંતરરાષ્ટ્રીય લગ્ન, મુક્ત વિહાર વિગેરે તત્ત્વોને સિદ્ધાન્ત તરીકે ઉત્તેજન આપવા જેવું છેજ નહીં.
૬. આજના-એક પત્નીત્વ, વિધવા પુનર્લગ્ન, છુટાછેડા, સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા, સ્ત્રીઓના વારસા હકક, લલિત કળાઓની ખીલવણી, સ્ત્રીકેળવણી, સંતતિનિયમન, સ્ત્રીઓના હકકો, બાળલગ્નનિષેધ, વૃદ્ધવિવાહ અટકાયત, બાળસંરક્ષણ, મરણપાછળ રડવું કુટવાનો નિષેધ, આધુનિક અક્ષરજ્ઞાન યોજના અને દારુ નિષેધની હીલચાલ એ વિગેરે વિચારો તરફ પ્રજા ન દોરાય, તેનો ખ્યાલ રાખવો જોઈએ. અને તેના વાસ્તવિક દોષો અને તેથી પરિણામે આપણી પ્રજાનો નાશ સાબિત કરી આપવો જોઈએ. પરંતુ ચાલતા રીવાજો અને વ્યવહારો સ્કી રહે તેમાં કેવી રીતે હિત છે? તે સમજાવવું જોઈએ.
૭. હૉટેલો, નાટક-સીનેમા, જુગારખાના, પાનસોપારી, અને બીડીની દુકાનો, ચાની હોટેલો, શરબત વિગેરે પીણાની દુકાનો, આધુનિક યાંત્રિક વાહનો, દેશી વિલાયતી દારૂઓ-સોડા-લેખન-આઈસક્રીમ-સીગાર-બીસ્કીટો-ડબલરોટી-ડબ્બાના શાક ને દૂધો, ઈલેક્ટ્રીક સાધનો, આધુનિક કપડા, કપડાની આધુનિક શિલાઈ, આજના વેશના મુખ્ય પ્રતિક રૂપ માથે આગળ પડતા વાળ રાખવા, તેના આધુનિક વિવિધ સંસ્કારો, જાહેર ખબરીયા દવાઓ, ખુરશી ટેબલ, વેલો, જરૂર વિના
૧૬