Book Title: Sen Prashna
Author(s): Shubhvijay Gani, Rajshekharsuri
Publisher: Mulund S M P Jain Sangh
View full book text
________________
૩. ખરા સિદ્ધાંતોની શોધ – આર્યપ્રજાના ખેતી, વેપાર, વિગેરે ધંધાઓમાં હજારો વર્ષથી ગુંથાયેલા અર્થ શાસ્ત્રના સાધક અને સર્વ પ્રજાને હિતકર અજબ સિદ્ધાંતોની પાકે પાયે શોધ કરી અમલ કરવો જોઈએ.
૪. આ દેશમાં પાકે પાયે બેકારી ઉત્પન્ન થવાના પ્રતિકો - બેંકો, રોકડાનો વ્યવહાર, ઉધાર વ્યવહારની ઘટતી જતી પદ્ધતિ, રાજ્યોને સંસ્થાન કે સ્ટેઈટ ગણવા કેટલાક જકાતી તત્ત્વો, વિઘોટીની પદ્ધતિ, ઘરોના આજના લેખો, પરદેશી માલની વપરાશ, પરદેશી કળાઓને ઉત્તેજન, દેશી મિલોના માલનો વપરાશ, કોન્ગ્રેસ સાથે સંબંધ ધરાવતા ચરખાસંઘ વિગેરે સંસ્થાઓ મારફત વેચાતા શુદ્ધ ગણાતા માલનો વપરાશ, યાંત્રિક ધંધાઓની કેળવણી, યાંત્રિક ધંધાઓનો વિકાસ, યાંત્રિક ખેતી, દૂધાળા ઢોરને બચાવવા, અને બીજાને ન બચાવવા કે તેને માટે તટસ્થ રહેવું, આજની પશુઉછેરની સંસ્થાઓ કે કેટલ કેમ્પની સંસ્થાઓને ઉત્તેજના, પાંજરાપોળોનો વિરોધ, ખેડૂત અને પશુપાલન કરનારી પ્રજાને ભણવા માટે ફરજ પાડી તેઓને ચાલુ ધંધાથી ચૂકવવાની ગોઠવણનો પ્રચાર, વકીલાત, ડૉક્ટરી, ઈજનેરી, એગ્રીક્લચર, વિગેરે ધંધાનું શિક્ષણ આપનારી સંસ્થાઓમાં આપણી દરવર્ષે વધુ ભરતી થવી, સહકારી મંડળીઓનો પ્રચાર વેઠ તરફ વિરોધ, કંપની સીસ્ટમના ધંધા, પ્રથમની, અને વર્ધાસ્કીમની હાલની કેળવણી, વ્યક્તિગત શાખ અને ધંધાઓને અનુત્તેજન, દરેક ધંધા માટે પરવાના પદ્ધતિ, મુખ્ય પ્રજાને બદલે બહારના યાહુદી, યુરોપીય, વિગેરે લાકોને ધંધાની સગવડો કરી આપવી, હાલના પ્રદર્શનો, વિગેરે આર્યપ્રજામાં હજુ વધુ ને વધુ બેકારી ફેલાવવાના મુખ્ય મન્થકો છે.
-
ફેલાતી બેકારીને માત્ર ઢાંકવાના [અટકાવવાના નહીં જ] ઉપાયો - બોર્ડિંગો, અનાથાશ્રમો, બાળાશ્રમો, સસ્તા ભાડાની ચાલીઓ, દવાખાનાઓ, ચેરીટેબલ ડો વિગેરેને બદલે કુરૂઢિઓ, કુરીવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાન, સ્થિતિ ચુસ્તતા, ધર્મગુરુઓ, વિગેરે બેકારીની ઉત્પત્તિના કારણો ન છતાં, તેને ગણવા-ગણાવવા, પટેલોને બદલે તલાટીઓને સીધા યા આડકતરા ગામડાના પ્રમુખો બનાવવા, પ્રાચીન ગ્રામ્ય પંચાયતોને બદલે નવી ગ્રામ્ય પંચાયતો વિગેરે, ધંધામાં ઉત્થલપાન્થલો-એક ધંધામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં પ્રવેશ, મહેનત સાથેના ધંધા છુટી જવા, યોગ્ય ખાનપાનની સગવડોનો અભાવ થતો જવો, અને ચિંતા વધતી જવી, શહેરી અને અસ્વાભાવિક જીવન થવા, તેથી થતી જતી શારીરિક નબળાઈનો ટોપલો વ્યાયામશાળાઓના અભાવ ઉપર નાંખવો, ખર્ચાળ વ્યાયામશાળાઓ
૧૪

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 366