________________
રચવા, જ્ઞાતિના હાલની પદ્ધતિના સંમેલનો, જ્ઞાતિઓનાં બંધારણો તોડવા માટે પ્રથમ ભળતા બંધારણ ઉપર ચડાવી દઈ મૂળ બંધારણ તોડી જ્ઞાતિઓ જ તોડી નાખવાના રસ્તે ચડી જવું, જ્ઞાતિઓ સામે કેસ માંડવા, તેમાં બખેડા થાય તેવા પ્રસંગો ઉભા કરવા, જ્ઞાતિના નિયમો, હુકમો, ઠરાવોને અમાન્ય ગણવા, પોતાની જ્ઞાતિ સિવાય બીજે કન્યા વ્યવહાર કરવા લલચાવું, જ્ઞાન ભંડારોને સાર્વજનિક જાહેર લાઈબ્રેરી તરીકેનું રૂપ ધીમે ધીમે લે તેવા સ્વરૂપમાં મૂકવા, સકળ સંઘના જ્ઞાનભંડારો હોવા છતાં ખાસ ટ્રસ્ટી તરીકે રક્ષણ કરતા અમુક ગામના જ માનવા, અને ગમે તેમ કરવાની તેની સત્તા માનીને પરંપરાની રીત સિવાય બીજી રીતે (સંઘની મર્યાદા બહારની રીતે) તેનો ઉપયોગ થવા દેવો, પ્રજાનો બુદ્ધિભેદ કરનારી ફરતી કે સ્થાયિ લાઈબ્રેરીઓને ટેકો, નવા પ્રતિમા, નવા મંદિરો, નવા દીક્ષિતો, પરંપરા અનુસાર નવા ગ્રંથોની રચના, વિગેરે સામે વિરોધ, નાશ કરનારી આજની પરિવર્તનની ભાવનાને ટેકો, જમાનાને નામે ચાલતી કોઈપણ વાતને ટેકો:
આમાંના કેટલાક સીધી રીતે નુકશાનકારક છે. ત્યારે કેટલાક બહારથી લાભકારક જાણાય છે, છતાં મૂળસ્થિતિથી એક બે પગથિયા ઉતારીને ભળતે જ માર્ગે લઈ જઈ આગળ નુકશાનના રાજમાર્ગ ઉપર ચડાવી દેવાના પ્રાથમિક પ્રયાસ રૂપે હોવાથી પરિણામે નુકશાનકારક છે, તેથી અમે નુકશાનકારક પ્રતિકોની ટીપમાં એવા કેટલાક મુદ્દાઓ પણ સામેલ રાખ્યા છે. મુનિઓ, ત્યાગીઓ, સાધુઓ સંતો, બાવાઓ, બાહ્મણો, ફકીરો તરફ તે તે વર્ગમાંના સુધારકોના અભાવનો, અને આર્ય સંસ્કૃતિના રીતરીવાજો, માન્ય દેવો, સામાજિક સ્થિતિ વિગેરે ઉપર સીધી કે આડકતરી ટીકા કરનારા સાહિત્યનો, પણ આ નુકશાનકારક પ્રતિકોમાં સમાવેશ થાય છે. તે સર્વથી જેમ બને તેમ દૂર ભાગવું ગમે તેવા લાભોથી લલચાવું નહીં. કેમકે-તેથી પરિણામે અહિત થાય, એ પણ એક જાતનું અસત્ય છે.
૨. અર્થ ૧. ધંધા-દરેકે પોતપોતાના પરંપરાના મૂળ ધંધાને વળગી રહેવું જોઈએ. ૨. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો - કોલેજમાં ચાલતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ આ દેશની આખી પ્રજાને મૂળધનથી બેકાર બનાવે છે. છતાં કેટલુંક બાહ્ય ધન ને ધંધા દેખાય છે, તે ક્ષણિક હોઈ ભ્રમણામાં નાંખે છે. કેમકે તે પરદેશીઓએ ધંધા માટે પોતાનું ધન અહીં રોકેલું છે.