________________
લાગણી ઉશ્કેરનારા પુસ્તકો, વ્યવહારમાં પ્રાંતિક માતૃભાષા સિવાયની હીંદી વિગેરે ભાષા, આધુનિક ખેલ તમાસા, ખોરાકમાં વિટામીનની જ દષ્ટિ, વિગેરેનો ઉપયોગ પ્રજા ન કરે તેવો ઉપદેશ ચાલુ રહેવો જોઈએ.
૮. સુધા, પીપાસા, મોજશોખ, રમતગમત, વિગેરેની, તથા શૃંગાર, હાસ્ય, કરણ, અદ્ભુત, ભયાનક, બિભત્સ, વીર, રૌદ્ર, શાંત, એ નવ રસોની લાગણીઓને વગર જરૂરીઆતે તેમજ જરૂરીઆત ઉપરાંત અને અકાળે ઉશ્કેરણી મળે તેવા કોઈપણે તત્વોથી પ્રજાને દૂર રહેવા ઉપદેશ આપી શકાય, કેમકે એ બાબત સાવચેત રહેવામાં નહી આવે, તો પ્રજાની શક્તિમાં હાલ થાય છે, અને લાંબે કાળે પ્રજાનો નાશ થાય છે. કેમકે તે અનર્થ દંડ છે. પરંતુ યોગ્ય વખતે, જરૂરીયાત પૂરતી જ અને ખરી જરૂરીઆત હોય ત્યારે જ, લાગણી ઉશ્કેરાય તો જ પ્રજાજીવનને વિકાસ મળે છે. લાગણી ઉશ્કેરનાર નવલો વાંચવા, નાટક-સીનેમા જોવા, મશાલાવાળા ખોરાક ખાવા, વિગેરેનો નિષેધ આલા માટે છે.
૯. લજ્જા, શરમ, મર્યાદા, દાક્ષિણ્યતા, ઉદારતા, અશુદ્ર સ્વભાવ, પરોપકારવૃત્તિ, ધર્મસેવા, ધર્માનુસારી દેશસેવા, તદનુસારી જ્ઞાતિસેવા, તદનુસારી કુટુંબસેવા, તદનુસારી વ્યક્તિગત જીવન, તદનુસારી પ્રતિષ્ઠિત જીવનમાં ટકી રહેવા, પ્રજાને ઉપદેશદ્વારા માર્ગ બતાવવા જોઈએ. કેમકે-સંસ્કૃતિની રક્ષામાં ધર્મની રક્ષા છે. ધર્મ રક્ષામાં પ્રજાની અને દેશ વિગેરેની રક્ષા છે. અને દેશરક્ષામાં બીજી અવાંતર રતઓ
૧૦. કુટુંબની આબર, નાણા પ્રકરણીય શાખ-આંટ, નાત-જાતમાં કુટુંબનો મોભો, ધર્મ, સંસ્કાર, સ્થાવર - જંગમ મિલ્કતો, ધનસંપત્તિ, ઘર વિગેરે જે વારસાથી મળ્યા હોય, તે ન વાપરતાં દરેક આર્ય વ્યકિતએ ટ્રસ્ટી તરીકે તેનું સંપૂર્ણ રક્ષણ કરી, ઉત્તરોત્તર વારસામાં સુરક્ષિત રીતે જાય, અને આગળ પણ સુરક્ષિત રહે, તેને માટે સંપૂર્ણ ખબરદારી રાખી આગળ લંબાવવા. અને તેમાંનું પોતે જે જે વિશેષ ઉપાર્જન કર્યું હોય, તેમાંથી અમુક સ્થાયિ અંશ વારસામાં જાય તેમ કરવું. સંતાનોને શિક્ષણ પણ વારસો સંભાળવાનું અને સંભાળી શકે તેવું આપવું, સિવાયના સ્વોપાર્જિત વધારામાંથી પોતાના જીવન વિકાસ માટે બીજાઓના જીવન વિકાસમાં મહત્ત્વના ધાર્મિક સાત ક્ષેત્રોમાં ઉપયોગ કરીને સ્વપર લ્યાણ સાધી શકાય છે. માટે એ તત્વ તરફ આર્યસંતાનોનું લક્ષ્ય રહેવું જોઈએ.
૧૧. આહાર-ખાન-પાન-ભજ્ય ભોજ્ય વિગેરે ચીજોનો ઉપયોગ અને ત્યાગ જૈન ભક્યાભઢ્ય વ્યવસ્થાની દૃષ્ટિથી પ્રજાને શીખવવો જોઈએ. વીટામીનના તત્ત્વોના ખ્યાલથીન શીખવા દેવો જોઈએ. પ્રાણિજન્ય પદાર્થોથી મોટે ભાગે બનતા યુનાની કે પરદેશી ઔષધો પ્રજા
૧૭