________________
૯ (૧) નૈગમનય : જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમનય. () (૨) સંગ્રહનય : બધા વિશેષોને ગૌણ કરીને માત્ર સામાન્યનું ગ્રહણ કરે તે સંગ્રહાય.
(૩) વ્યવહારનય : વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે - વ્યવહારનય. (૪) ઋજુસૂત્રનય : માત્ર વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. ? (૫) શબ્દનય : લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી શબ્દ વડે કહેવા યોગ્ય પદાર્થનો
ભેદ માને તે શબ્દનય. (૬) સમભિરૂઢનય : એક જ વસ્તુના પર્યાયવાચી શબ્દોના ભેદે પદાર્થનો ભેદ માને તે
સમભિરૂઢનય. (૭) એવંભૂતનય વસ્તુમાં જ્યારે શબ્દની વ્યુત્પત્તિ અર્થ ઘટતો હોય ત્યારે જ તે વસ્તુ
તે શબ્દથી કહેવાય એવું માને તે એવંભૂતનય.
સાત ભાંગાઓ અને સાત નયોનું આ સામાન્ય સ્વરૂપ અહીં બતાવ્યું છે. તેમનું સચોટ, સુંદર, સરળ અને સાંગોપાંગ વર્ણન “સપ્તભંગીનયપ્રદીપ' નામના પ્રસ્તુત ગ્રંથમાં કરાયું છે.
સમભંગીનયપ્રદીપ આ ગ્રંથમાં બે અધિકાર છે – (૧) સપ્તભંગી અધિકાર, અને (૨) નય અધિકાર. સપ્તભંગી અધિકારમાં ગ્રંથકારશ્રીએ સપ્તભંગીનું લક્ષણ, સાત ભાંગાઓના સૂત્રો, તેમની સમજણ, એવકારનું પ્રયોજન, ચાત્ કારનું પ્રયોજન, ભાંગા સાત જ હોવાનું કારણ, બે પ્રકારની સપ્તભંગી વગેરે વિષયોનું દાખલા-દલિલો સાથે સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. નન્ય અધિકારમાં ગ્રંથકારશ્રીએ નયનું લક્ષણ, નયાભાસનું લક્ષણ, દ્રવ્યનું લક્ષણ, પર્યાયનું લક્ષણ, દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ, પર્યાયાર્થિકનયનું સ્વરૂપ, સાત નયોનું સ્વરૂપ, સાત નયાભાસોનું સ્વરૂપ, સાત નયના ભેદો વગેરે પદાર્થોનું સુંદર વર્ણન કર્યું છે.
ગ્રંથના વિશેષ વિષયો વિષયાનુક્રમણિકામાંથી જાણી શકાશે.
ગ્રંથકારશ્રીએ અનેક સ્થળે પોતાની વાતના સમર્થન માટે પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર, રત્નાકરાવતારિકા, વિશેષાવશ્યકભાષ્ય, વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારસૂત્ર, સમવાયાંગસૂત્રવૃત્તિ, નયચક્ર, આલાપપદ્ધતિ, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે શાસ્ત્રોના સાક્ષીપાઠોનો ઉલ્લેખ કર્યો છે.
ગ્રંથકારશ્રીની આ નાની પણ ખૂબ સુંદર કૃતિ છે. ખૂબ સંક્ષેપમાં એમણે ઘણો 9 બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે. સપ્તભંગી અને નયોના સ્વરૂપને જણાવનારા ઘણા લો
20
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org