________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જે
"गुरलघुद्रव्यं यत् तिर्यग्गामि वाय्वादि, अगुरुलघु यत् स्थिरं सिद्धिक्षेत्रं घण्टाकारव्यवस्थितज्योतिष्कविमानादीनि " इति ।
( ૪૬ ) મુળવિારા: પર્યાયા:, તે દ્વિધા - સ્વમાવિમાવપર્યાયમેવાત્। અનુસ્નઘુવિદ્યારા: સ્વભાવપયા:, તે = દ્વાધા-અનન્તા-સાત-સાતમાન→ ગુણસૌમ્યાન
અંગે સમવાયાંગની વૃત્તિમાં જણાવ્યું છે કે –
૫૩
“તીğ ગમન કરનારા વાયુ વગેરે ‘ગુરુલઘુદ્રવ્ય’ છે અને સ્થિર એવું સિદ્ધિક્ષેત્ર અને ઘંટાકા૨ે રહેલા જ્યોતિષ્યના વિમાન વગેરે ‘અગુરુલઘુદ્રવ્ય’ છે.”
એટલે પ્રસ્તુતમાં સાર એ કે - (૧) વસ્તુના જે વિકારો (= અવસ્થાઓ = પર્યાયો) સિદ્ધિક્ષેત્રોંદિરૂપ અગુરુલઘુદ્રવ્યની જેમ સ્થિર હોય, તે સ્વભાવપર્યાય. જેમકે - આત્માના જ્ઞાનાદિ પર્યાયો. અને (૨) વસ્તુના જે વિકારો = પર્યાયો વાયુ વગેરેની જેમ અસ્થિર હોય, તે વિભાવપર્યાય. જેમકે - આત્માના ક્રોધાદિ પર્યાયો.
આ પ્રમાણે સંક્ષેપથી બંને પર્યાયોનું સ્વરૂપ બતાવીને, હવે નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેમાં જે તેઓનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું છે, તેના આધારે ગ્રંથકારશ્રી કહે છે -
(૪૬) ભાવાર્થ : ગુણોના વિકારને પર્યાય કહેવાય, તે પર્યાય બે પ્રકારે છે ઃ (૧) સ્વભાવપર્યાય, અને (૨) વિભાવપર્યાય. (૧) અગુરુલઘુ ગુણના વિકારોને સ્વભાવપર્યાય કહેવાય. અને તે બાર પ્રકારે છે - અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ.. અનંતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, સંખ્યાતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અનંતગુણહાનિ. આ પ્રમાણે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ. (૨) વિભાવ પર્યાય તે મનુષ્ય-નારકાદિ ચાર ગતિરૂપ કે ચોરાશી લાખ યોનિરૂપ.
વિવેચન : દેવસેનાચાર્યે, ‘આલાપપદ્ધતિ’ નામનો ગ્રંથ બનાવ્યો છે, તેના અનુસારે મહોપાધ્યાયજી મહારાજ સ્વભાવ-વિભાવ પર્યાયોનું સ્વરૂપ બતાવે છે. -
પર્યાય : ‘મુળવિારા: પર્યાયા:' ગુણોનું જે જુદા જુદા રૂપે પરિણમન થાય છે, તેને ‘પર્યાય’ કહેવાય. જેમકે - જ્ઞાનગુણ ઘટજ્ઞાન-પટજ્ઞાન વગેરે જુદા જુદા રૂપે પરિણમે છે, એટલે જ્ઞાનગુણના વિકારરૂપ ઘટજ્ઞાન-પટજ્ઞાનાદિ પર્યાયો કહેવાય.
:
તે પર્યાયોના બે પ્રકાર છે : (૧) સ્વભાવપર્યાય, અને (૨) વિભાવપર્યાય. આ બંનેનું સ્વરૂપ ઉદાહરણ સાથે જણાવે છે -
૧. આ પર્યાયો સ્થિર એટલા માટે કહેવાય છે કે, વર્તમાન જ્ઞાનપર્યાયની પછી થનારો પર્યાયાંતર પણ જ્ઞાનરૂપ જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org