________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * पर्यायार्थिकः, यथा-संसारिणामुत्पत्ति-मरणे स्तः ६, इति पर्यायार्थिकस्य षड् भेदाः ॥
અ +ગુણસૌમ્યા+
છઠ્ઠો પ્રકાર જ સૂત્રઃ વપધસાપેક્ષશ્વમાવોડનિત્યાશુદ્ધપર્યાયfથવા:, યથા - સંસારિVTમુત્પત્તિમરને તં: iદ્દા
અર્થ છઠ્ઠો ભેદ - કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકાય. જેમકે - “સંસારીજીવોના જન્મ-મરણો હોય છે એવું બોલનારો નય.
વિવેચન : પર્યાયાર્થિકનયનો છઠ્ઠો ભેદ : (૬) કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય.
સંસારી જીવોને જન્મ-મરણો હોય છે એવું જે કહીએ છીએ, એમાં જીવના જન્મ વગેરે પર્યાય કર્મસંયોગજન્ય છે, કર્મથી સોપાધિક છે, માટે જ અશુદ્ધ છે. વળી કર્મના ઉદય પ્રતિક્ષણ બદલાતા રહેતા હોય છે, એટલે કર્મોપાધિજન્ય પર્યાયો પણ પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોય છે. અને એટલે જ તેઓ ક્ષણિક-અનિત્ય હોય છે.
એટલે આ જન્માદિ પર્યાયો કર્મોપાધિસાપેક્ષ છે, અનિત્ય છે અને અશુદ્ધ છે. એટલે એને જોનારો નય, કર્મોપાધિસાપેક્ષ-અનિત્ય-અશુદ્ધ પર્યાયને જોનારો કહેવાય. અહીં વિષય તરીકે ક્ષણિક-અનિત્ય પર્યાય જ છે, માટે આ પર્યાયાર્થિકનય પોતે અશુદ્ધ નથી. પણ એના વિષયભૂત પર્યાય જ અશુદ્ધ છે. માટે “અશુદ્ધ એ નયનું નહીં, પણ પર્યાયનું વિશેષણ છે.
૦ પાંચમા પ્રકારના નય દ્વારા જોવાથી “અહો ! અહો ! મારા પણ જાજવલ્યમાન કેવળજ્ઞાન વગેરે પર્યાયો છે.” એ ખ્યાલમાં – સંવેદનમાં આવે છે.
૦ છઠ્ઠા પ્રકારના નય દ્વારા જોવાથી, વર્તમાનમાં કર્મોએ મારા જન્મ-મરણ-અહંકારઇર્ષ્યા વગેરે કેવા ઉપાધિરૂપ-કદર્શનારૂપ પર્યાયો કર્યા છે – એ ખ્યાલમાં આવે છે. અને તેથી તે પર્યાયોના વિનાશ માટે અને શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ માટે જીવ ઉદ્યમશીલ બને છે.
આ પ્રમાણે છે પ્રકારે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવ્યું. અને પર્યાયાર્થિકનયના બીજી રીતે જે ઋજુસૂત્રાદિ ચાર પ્રકાર છે, તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે.
(૬૩) હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું કયું સ્થાન પ્રધાન છે ? તે બંને મુખ્યરૂપે કોને વિષય કરે છે? તે જણાવવા કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org