________________
—
* सरल-सुगम-विवेचनसमन्वितः * तज्जीवादि षड्विधमिति, पर्यायो द्वेधा-क्रमभावी सहभावी चेति, एवं जीवा मुक्ताः संसारिणश्च, ये क्रमभाविनः पर्यायास्ते क्रियात्या अक्रियात्पाश्चेति ।
(૧૦૦) અથ વ્યવહારમાં નૈક્ષત્તિ“યઃ પુનરપારમાર્થિવ પર્યાવિમાં મિતિ વ્યવહારમાસ:” “કથા
-~+ ગુણસૌમ્યા. (૩) એ જ રીતે જે જે જીવ છે, તે પણ મુક્ત અને સંસારી – એમ બે ભેદે છે.
(૪) તથા જે ક્રમભાવી પર્યાયો છે, તે પણ (ક) ક્રિયારૂપ, અને (ખ) અક્રિયારૂપ એમ બે પ્રકારના છે. (કંબુગ્રીવાદિમસ્વરૂપ પર્યાય અક્રિયારૂપ છે, જયારે પાણીને વહન કરવારૂપ પર્યાય સક્રિયરૂપ છે. આ પ્રમાણે ઘટની જેમ બીજા પદાર્થોમાં પણ સમજવું.)
આ રીતે ભેદને પ્રધાન કરનારો અભિપ્રાય, તે વ્યવહારનય. વિશદતા કોઈપણ વસ્તુમાં એકીકરણવાળી જે દષ્ટિ તે સંગ્રહના, અને પૃથક્કરણવાળી જે દષ્ટિ તે વ્યવહારનય. જેમકે – “ધર્મ હોય, અધર્મ હોય કે આકાશ હોય, પણ આખરે તો બધા દ્રવ્ય જ છે” આમ એકીકરણ તરફ ઢળતો પરિણામ તે સંગ્રહનય. અને ‘દ્રવ્યના છ ભેદ છે : (૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ વગેરે”, આવા પ્રકારનો ભેદ તરફ ઢળતો પરિણામ તે વ્યવહારનય.
એ જ રીતે “ત્રસ હોય કે સ્થાવર, આખરે તો બધા જીવ જ છે આવું વિચારવું તે સંગ્રહનય. અને “જીવના બે ભેદ છે: (૧) ત્રસ, અને (૨) સ્થાવર' - આવું વિચારવું તે વ્યવહારનય.
તથા - ‘એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, છેવટે તો બધા જીવ જ છે.” આવી દષ્ટિ તે સંગ્રહનય. અને “જીવના પાંચ ભેદ છે : (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય વગેરે આવી દષ્ટિ તે વ્યવહારનય.
આ રીતે વિભાગનો અપલાપ કર્યા વિના જે એકીકરણની મનોવૃત્તિ તે સંગ્રહનય. અને એકીકરણનો અપલાપ કર્યા વિના જે વિભાગ તરફની મનોવૃત્તિ તે વ્યવહારનય. ન (૧૦૦) આ પ્રમાણે વ્યવહારનયની પ્રરૂપણા કરીને, હવે તેના આભાસની (= જે હકીકતમાં વ્યવહારનય નથી, પણ તેના જેવો દેખાય છે – એની) પ્રરૂપણા કરાય છે -
ક વ્યવહારનયાભાસનું સ્વરૂપ ક સૂત્ર: યઃ પુનરપરમાર્થ વ્યપર્યાયવિમા મfમતિ સ વ્યવહારમાસઃ યથા – વાર્શનમ્ II૭-ર૧/રદ્દા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org