________________
* सप्तभङ्गीनयप्रदीप: (१०८) इदानीं पर्यायार्थिकस्य चतुर्भेदप्ररूपणायां तावदृजुसूत्रं विवेचयन्ति-"ऋजु वर्तमानक्षणस्थायिपर्यायमानं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ऋजुसूत्रः" इति ॥-[प्रमा० પરિ૦ ૭ સૂત્ર—૨૮] एतस्यार्थः-भूत-भविष्यद्वर्तमानक्षणलवविशिष्टलक्षणकौटिल्यविविक्तत्वाद् ऋजु
+ગુણસૌમ્યા+ આ પ્રમાણે વ્યવહારનયના અર્થો સમજવા. અને તેના ઉપર બતાવેલા ચૌદ પ્રકારો સમજવા. ધર્મ-ધર્મી વગેરેના ભેદને જે વિષય કરે અને તેના આધારે જે વ્યવહાર પ્રવર્તાવે, તે વ્યવહારનય. એમ સમજવું.
આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રીજા ભેદરૂપ વ્યવહારનયનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું...
(૧૦૮) હવે ગ્રંથકારશ્રી, પર્યાયાર્થિકનયના જે ચાર ભેદ છેઃ (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, અને (૪) એવંભૂત... તેમાંથી પહેલા ઋજુસૂત્ર નયનું સ્વરૂપ બતાવે છે -
પર્યાયાર્થિક ચાર નયો છે.
કે (૧) અજુસબનવાનું સ્વરૂપ ક લક્ષણ : ૬ - વર્તમાનક્ષસ્થાયિપર્યાયમાત્ર પ્રાથાત: સૂત્રલેન્નઈમપ્રાય: ગુસૂત્ર
અર્થ : એટલે ફક્ત વર્તમાન એક ક્ષણ સ્થાયી એવા પર્યાયમાત્રને પ્રધાનપણે મૂત્રવત્ - સૂચવનારો જે અભિપ્રાયવિશેષ, તે ઋજુસૂત્રનય.... (પ્રમાણનયતત્તાલોક ૭/૨૮).
વિવેચનઃ
0 ભૂતકાલીન પદાર્થો હમણાં નષ્ટ થઈ ગયા છે, તેઓનું હમણાં અસ્તિત્વ નથી, એટલે હમણાં તેઓ અસત્ કહેવાય...
૦ ભવિષ્ય કાળમાં આવનારી વસ્તુઓ હજી ઉત્પન્ન થઈ નથી. એટલે હમણાં તેઓનું અસ્તિત્વ ન હોવાથી તેઓ પણ અસત્ કહેવાય. | 0 વર્તમાનકાળમાં જેટલી વસ્તુઓ રહી છે, તે બધી જો કે સતુ છે, પણ વિવક્ષિત વસ્તુ માટે તે સિવાયની વસ્તુઓ અનુપયોગી છે. (જળને ધારવારૂપ પોતાનું કાર્ય કરવા, ઘડાને પટાદિ વસ્તુઓ લેશમાત્ર પણ ઉપયોગી થતી નથી.) અને ઉપયોગી ન થતી હોવાથી જ વિવક્ષિત વસ્તુ માટે બાકીની બધી વસ્તુઓ અસત્ છે. (આ વાત આગળ સ્પષ્ટ થશે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org