Book Title: Saptabhangi Nayapradip
Author(s): Yashovijay Upadhyay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 218
________________ सप्तभङ्गीनयप्रदीपः + व्याख्या- परस्परविरुद्धा अपि सर्वे नयाः समुदिताः सम्यक्त्वं भवन्ति, एकस्य जिनसाधोर्वशवर्तित्वात्, यथा- राजवशवर्तिनानाभिप्रायभृत्यवर्गवत्, यथा वा धन-धान्यभूम्याद्यर्थं परस्परं विवदमाना बहवोऽपि सम्यग्न्यायवता केनाप्युदासीनेन युक्तिभिर्विवादकारणान्यपनीय मील्यन्ते, तथेह परस्परविरोधिनोऽपि नयान् जैनसाधुर्विरोधं भङ्क्त्वा एकत्र मीलयति । तथा प्रचुरविषलवा अपि हि प्रौढमन्त्रवादिना निर्विषीकृत्य कुष्ठादिरोगिणे दत्ता अमृतरूपत्वं प्रतिपद्यन्त एवेति सर्वं विशेषावश्यकटीकायां स्फुटमेव । ૧૭૬ ગુણસૌમ્યા+ કોઇ એક રાજાને આધીન થઇને વર્તે, તો સમુદિત થયેલા તેઓ સારી રીતે તે-તે નિર્દિષ્ટ કાર્યનું પાલન કરે છે. તો એ જ રીતે પ્રત્યેક-અવસ્થામાં, જુદા-જુદા અભિપ્રાયવાળા પરસ્પર વિરુદ્ધ પણ નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વને પામે છે. કારણ કે તેઓ ત્યારે એક જિનસાધુને વશવર્તી છે. (જિનસાધુ સાપેક્ષવાદને વરેલો હોય છે. એ, બીજા નયોના વિષયનો અપલાપ કર્યા વિના, તે તે અપેક્ષાએ તે-તે નયોના વિષયનું પ્રતિપાદન કરનારો હોય છે. એટલે તેને આધીન રહેનારા નૈગમાદિ નયો, દુર્નયરૂપ ન બનતાં સુનયરૂપ = સમ્યક્ત્વરૂપ બને છે. અથવા આ વિશે બીજું ઉદાહરણ - ૦ જેમ ધન, ધાન્ય, ભૂમિ વગેરે માટે અરસપરસ વિવાદ કરતા (= સંઘર્ષ, ઝઘડો કરતા) ઘણા પણ માણસો, જો કોઇ સારા-નિષ્પક્ષપાતી ન્યાયાધીશ પાસે ભેગા મળી જાય, તો એ પક્ષપાતરહિત ન્યાયાધીકારી યુક્તિ વડે ઝગડાનું કારણ દૂર કરીને અરસપરસ તેઓનો મેળાપ કરી આપે છે. તેમ અહીં (= જિનશાસનમાં) પણ જૈનસાધુ, પરસ્પર વિરોધી એવા પણ યોનો જે વિરોધ, એ વિરોધને સાપેક્ષવાદની યુક્તિઓ વડે દૂર કરીને, તે બધા નયોને એક ઠેકાણે મેળવી આપે છે. તમે જે કહ્યું હતું કે – “ઝેરનું ઘણું દળ ભેગું થાય તો ઝેર વધે જ ને ?’’ - તેનું પણ સતર્ક સમાધાન અમારી પાસે છે જ. જુઓ - ૦ જેમ વિષના ઘણા પણ કણીયાઓ, પ્રૌઢ (= કુશળ એવા) મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ થઇ જાય છે. અને એ જ પાછા કોઢાદિ રોગવાળાને આપતા અમૃતરૂપે પરિણમે છે. તેમ પરસ્પર વિરોધી જુદા જુદા નયરૂપી વિષના કણીયાઓ પણ, જૈનસાધુરૂપ પ્રૌઢ મંત્રવાદીના સાપેક્ષવાદરૂપ પ્રયોગથી અવિરોધરૂપ નિર્વિષપણાંને પામે છે. અને એ હઠકદાગ્રહાદિ રોગવાળાને સામ્ય-માધ્યસ્થ્યાદિ અમૃતરૂપે પરિણમે છે. આ બધી વાતો વિશેષાવશ્યકભાષ્ય પરની ટીકામાં સ્પષ્ટ જ છે. (૧૩૧) આ પ્રમાણે જુદી અવસ્થામાં નયોની સમ્યગ્-મિથ્યારૂપતા જણાવીને હવે એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280