________________
હૃw
* सप्तभङ्गीनयप्रदीपः पर्याये द्रव्योपचार: ८, पर्याये गुणोपचार: ९; (१०५) सर्वोऽप्यसद्भूतव्यवहारस्यार्थो द्रष्टव्यः, अत एवोपचार: पृथग् नयो न भवतीति । मुख्याभावे सति प्रयोजने निमित्ते चोपचारः प्रवर्तते । (१०६) सोऽपि सम्बन्धोऽविनाभावः, संश्रलेषसम्बन्धः, परिणाम
...+ગુણસૌમ્યા+. (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર : શરીરથી ઉત્પન્ન થનારું મતિજ્ઞાન છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરીરને જ મતિજ્ઞાનરૂપે કહેવું - એ શરીરરૂપ પગલપર્યાયમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણનો ઉપચાર હોવાથી પર્યાયમાં ગુણનો ઉપચાર છે.
આ પ્રમાણે નવ પ્રકારના ઉપચાર કહ્યા.
(૧૦૫) આ નવે પ્રકારના ઉપચારો, અસદ્દભૂત વ્યવહારનો જ વિષય સમજવો. એટલે જ “ઉપચાર” નામનો કોઈ જુદો નય નથી હોતો.
આશય એ કે, પરપરિણતિ ભળી જવાના કારણે ‘દ્રવ્યમાં દ્રવ્યનો, ગુણમાં ગુણનો...” વગેરે નવવિધ ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે, એ અસભૂત વ્યવહાર કહેવાય છે. એટલે ઉપચારવચનો અસભૂતવ્યવહારરૂપ જ છે. માટે એ ઉપચારને જુદા નય તરીકે નથી મનાતો.
આ ઉપચાર ક્યારે કરવો પડે? એ જણાવે છે –
મુરામાં સતિ પ્રયોગને નિમિત્તે વાપવીર: પ્રવર્તતા અર્થાતુ, જ્યારે મુખ્ય અર્થ ન ઘટતો હોય ત્યારે ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને તેવો ઉપચાર પ્રવર્તે છે.
જેમકે - “હું ગોરો છું. અહીં મુખ્ય અર્થ નથી ઘટતો. કારણ કે “” તરીકે આત્મદ્રવ્ય લીધું છે અને એ તો અરૂપી છે, એ ગોરું કેવી રીતે હોઈ શકે? એટલે અહીં વ્યવહારિક પ્રયોગની સંગતિ માટે, આત્મદ્રવ્યમાં પુદ્ગલગુણનો ઉપચાર કર્યો છે.
આમ દરેક પ્રકારનો ઉપચાર, મુખ્ય અર્થ ન ઘટે ત્યારે કરાય છે. અને એ પણ ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને કરાય છે, એમ સમજવું.
(૧૦૬) હવે કયા સંબંધોને લઇને દ્રવ્ય-પર્યાય વગેરેમાં ઉપચાર કરાય છે, એ સંબંધો જણાવે છે –
એ સંબંધ પણ (૧) અવિનાભાવસંબંધ, (૨) સંશ્લેષસંબંધ, (૩) પરિણામ-પરિણામસંબંધ, (૪) શ્રદ્ધા-શ્રદ્ધયસંબંધ, (૫) જ્ઞાન-શેયસંબંધ વગેરરૂપ સમજવો.
આ બધા સંબંધોને આપણે ઉદાહરણ સાથે સમજીએ -
(૧) અવિનાભાવસંબંધઃ કાળાં વાદળાંને આવેલાં જોઇને ‘વરસાદ આવ્યો’ એવું જે કહેવાય છે, ત્યાં અવિનાભાવસંબંધ સમજવો... કારણ કે કાળાં વાદળાંનું આવવું અને વરસાદનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org