________________
*****
* सप्तभङ्गीनयप्रदीपः ऽनुपचरितासद्भतव्यवहारः, यथा-जीवस्य शरीरमिति १४ ।(१०४) उपचारोऽपि नवधा,
+ ગુણસૌમ્યા+ અલગ-અલગ દ્રવ્ય વચ્ચે સંબંધ ન હોય, છતાં અહીં સંબંધ કહેવાઈ રહ્યો છે.) માટે અસદ્ભુત છે. ૦ અને અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા એ ભેદને જોવામાં - કહેવામાં આવી રહ્યો છે, માટે વ્યવહારનય છે. આ રીતે આ ઉપચરિત અસભૂત વ્યવહારનય છે.
- ચૌદમો પ્રકાર છે સૂત્ર : સંકલ્નપસહિતવસ્તુસમ્બન્યવિષયોનુપરિતાસÇતવ્યવહાર:, યથા - નવચ્ચે શરીરનિતિ ૨૪
સૂત્રાર્થ સંશ્લેષ સાથેની વસ્તુના સંબંધને વિષય કરનારો એવો આ અનુપચરિત અસરભૂત વ્યવહાર સમજવો. જેમકે- જીવનું શરીર.
વિવેચનઃ વ્યવહારનયનો ચૌદમો પ્રકાર : (૧૪) અનુપચરિત અસભૂત વ્યવહાર. જયાં સંશ્લેષિતયોગે (= આત્મપ્રદેશોની સાથે એકમેક જેવા થવારૂપે) જોડાયેલી વસ્તુનો સંબંધ બતાવાતો હોય, ત્યાં આ પ્રકાર સમજવો.
જેમકે – “જીવનું શરીર' જીવ અને શરીરનો સંબંધ ધનના સંબંધની જેમ કલ્પિત નથી. અને એટલે જ વિપરીત ભાવનાથી એ સંબંધ દૂર થઈ જતો નથી, પણ યાજજીવ રહે છે. (કલ્પિત સંબંધ હોય તો વિપરીત ભાવનાથી તરત દૂર થઈ જાય.) તેથી આ કલ્પિત ન હોવાથી અનુપચરિત છે. અને જીવ તો આત્મદ્રવ્ય છે, જયારે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. માટે આ જુદા જુદા દ્રવ્યાત્મક સંબંધીઓ વચ્ચેના સંબંધરૂપ હોવાથી અસભૂત છે. અને છઠ્ઠી વિભક્તિ દ્વારા જીવશરીર વચ્ચેનો ભેદ બતાવાઈ રહ્યો છે, માટે આ વ્યવહારનય છે. આ પ્રમાણે આ અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય બને છે.
(૧૦૪) આ પ્રમાણે વ્યવહારનયના ચૌદ ભેદો બતાવ્યા. અહીં ઉપચરિત – અનુપચરિત વગેરેની વાતો આવી હતી, તેથી પ્રસંગોપાત ગ્રંથકારશ્રી ઉપચારના કેટલા પ્રકારો હોય, તે જણાવે છે –
ક ઉપચારના પ્રકારો નક શબ્દાર્થ : ઉપચાર પણ નવ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે - (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, (૨) ગુણમાં ગુણનો ઉપચાર, (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર, (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર, (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર, (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર, (૭) ગુણમાં પર્યાયનો ઉપચાર, (૮) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર, અને (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org