________________
૧૪૨ 17808
रत्नादि मम १० । तदुभयोपचरितासद्भूतव्यवहारः, यथा - देशराज्यकीर्तिदुर्गादि मम ११ । अन्यत्र प्रसिद्धस्य धर्मस्यान्यत्र समारोपणमसद्भूतव्यवहारः १२ । असद्भूतव्यवहार + ગુણસૌમ્યા+
सप्तभङ्गीनयप्रदीपः
ઉત્તર : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ, તો તેઓ પણ વસ્રરૂપ કેમ ન કહેવાય ? તેથી માનવું જ રહ્યું કે ‘વસ્ત્ર’ એવું નામ એક ચોક્કસ કલ્પનાને આધારે હોવાથી કલ્પિત છે ને તેથી ‘વસ્ત્ર’ ઉપરિત છે. એ ઉપચરિત વિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર છે.
* અગ્યારમો પ્રકાર
વેશ-રાજ્ય-જાતિ-દુર્ગાહિં મમ ॥
સૂત્રાર્થ : સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. જેમકે - દેશ, રાજ્ય, કીર્તિ, દુર્ગ વગેરે મારાં છે. (૧૧)
સૂત્ર : ૩મયોપરિતાસર્ભૂતવ્યવહાર:, યથા
:
-
વિવેચન ઃ વ્યવહારનયનો અગ્યારમો પ્રકાર ઃ (૧૧) સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. ‘આ દેશ મારો છે.’ ‘આ રાજ્ય મારું છે.’ ‘આ કીર્તિ મારી છે.’ ‘આ ગઢ મારો છે...’ આવું બધું કહેવું એ આ નયરૂપ છે.
અહીં ગઢ-દેશ વગેરે જીવ-અજીવ ઉભયના સમુદાયરૂપ છે. (ત્યાં રહેતા લોકો જીવરૂપ અને મકાન વગેરે અજીવરૂપ.) તેમાં જીવ સ્વજાતિરૂપ અને અજીવ વિજાતિરૂપ; તેવા સ્વજાતિવિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ નય સ્વજાતિ-વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહારનય કહેવાય છે.
* બારમો પ્રકાર
સૂત્ર : અન્યત્ર પ્રસિદ્ધસ્થ ધર્મસ્વાયંત્ર સમારોપળમસ ્દ્ભૂતવ્યવહાર:
શા
સૂત્રાર્થ : બીજે ઠેકાણે પ્રસિદ્ધ એવા ધર્મનો બીજે ઠેકાણે આરોપ કરવો, એ અસદ્ભૂત વ્યવહાર.
(૧૨)
વિવેચન : વ્યવહારનયનો બારમો પ્રકાર ઃ (૧૨) અસદ્ભૂત વ્યવહારનય. વિવક્ષિત દ્રવ્યમાં અન્ય દ્રવ્ય એવી રીતે ભળી જાય કે જેથી મૂળ દ્રવ્ય પણ અન્ય દ્રવ્ય જેવું ભાસવાથી એ અન્ય દ્રવ્યાનુસાર ઉલ્લેખ પામે - આવું થાય તો ૫૨૫રિણતિ ભળી કહેવાય છે.
Jain Education International
જેમકે - લોખંડની અંદર આગ એવી રીતે ભળી જાય કે જેથી લોખંડ પણ આગ જેવું ભાસવા લાગે. આમ પરપરિણતિ ભળી જવાથી બીજે પ્રસિદ્ધ ધર્મનો બીજે ઠેકાણે આરોપ થાય
For Personal & Private Use Only
www.jainelibrary.org