________________
* સરત-સુગમ-વિવેચનસમન્વિત:
>
तथाहि - द्रव्ये द्रव्योपचारः १, गुणे गुणोपचारः २, पर्याये पर्यायोपचारः ३, द्रव्ये गुणोपचारः ४, द्रव्ये पर्यायोपचारः ५, गुणे द्रव्योपचारः ६, गुणे पर्यायोपचारः ७, + ગુણસૌમ્યા.
વિવેચન : ઉપચાર નવ પ્રકારે હોય છે. તે બધા પ્રકારો આપણે ઉદાહરણ સાથે સમજીએ –
(૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર : જીવ એ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષીર-ની૨વત્ એકમેક મળ્યો છે, તેથી જીવને શ્રી જિનાગમમાં ‘પુદ્ગલ’રૂપે કહ્યો છે. આ જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર છે.
૧૪૫
(૨) ગુણમાં ગુણનો ઉપચાર : ભાવલેશ્યા એ આત્માનો અરૂપી ગુણ છે. પણ કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના શ્યામાદિ વર્ણરૂપ ગુણનો ઉપચાર કરીને એ લેશ્યાગુણને કૃષ્ણ-નીલ વગેરે જે કહેવા --એ આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર છે.
(૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર : અશ્વ, હાથી વગેરે બધા આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાય છે. સ્કંધ એ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં હય-ગજ વગેરેને સ્કંધરૂપે કહ્યા છે. આ જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલના પર્યાયનો ઉપચાર થયો.
(૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર : ‘હું ગોરો છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે. એમાં પુદ્ગલના ગૌરવર્ણરૂપ ગુણનો ઉપચાર કર્યો છે.
(૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર : ‘હું દેહ છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે, અને ‘દેહ’ એ પુદ્ગલદ્રવ્યની એક ચોક્કસ અવસ્થારૂપ હોવાથી એના પર્યાયરૂપ છે. આમ, આત્મદ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના પર્યાયનો અહીં ઉપચાર છે:
(૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ ગોરું દેખાય છે, તે આત્મા છે...' આમ, ગૌરવર્ણને ઉદ્દેશીને આત્માનું વિધાન જે કરાય છે, તે ગૌરવર્ણરૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે. એટલે કે ગુણમાં દ્રવ્યોપચાર છે.
(૭) ગુણમાં પર્યાયનો ઉપચાર : મતિજ્ઞાન શરીરજન્ય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને મતિજ્ઞાનને શરીરરૂપે કહેવું – એ મતિજ્ઞાનરૂપ આત્મગુણમાં શરીરાત્મક પુદ્ગલપર્યાયનો ઉપચાર હોવાથી ગુણમાં પર્યાયનો ઉપચાર છે.
(૮) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ શરીર એ જ આત્મા છે' આ રીતે દેહાત્મક પુદ્ગલપર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર - એ પર્યાયમાં દ્રવ્યોપચાર છે.
૧. ‘“સે જિ તં સચિત્તે પ્બ ંધે ? ૨ અળેવિદે પળત્તે, તું નહીં – યસંધે યાંધે....'' - સૂત્રમ્ ૪૭ II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org