________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * યથા - પુત્ર-વાર િમમા વિનાત્યુપરિતાસહૂતિવ્યવહાર:, યથા-વસ્ત્ર-ભૂષણ-મ
+ ગુણસૌમ્યા
કે નવમો પ્રકાર કે સૂત્ર: નત્યુિપરતાÇતવ્યવહાર:, યથા - પુત્ર-તારાદ્રિ મH III સૂત્રાર્થ સ્વજાતિ ઉપચરિત અસદ્ભતવ્યવહાર. જેમકે પુત્ર-સ્ત્રી વગેરે મારાં છે. (૯)
વિવેચનઃ વ્યવહારનયનો નવમો પ્રકાર : (૯) સ્વજાતિ ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર. પુત્રાદિકને વિશે ગાઢ મમત્વાદિનાં કારણે – “પુત્ર એ હું જ છું...” “પત્ની એ હું જ છું..” (અમે કાંઇ જુદા થોડી છીએ) – આવું બધું જે કહેવાય છે, તે આ પ્રકારનો નય છે.
અહીં પુત્ર વગેરે ઉપચરિત પદાર્થ છે. તેમાં આત્માના ભેદભેદ સંબંધનો આ નય દ્વારા ઉપચાર કરાય છે. ૦ હું જ પુત્રાદિક – એમ કહો તો અભેદસંબંધ છે અને માહરાં પુત્રાદિક - એમ કહો તો ભેદસંબંધ. વળી પુત્રાદિક પણ આત્મપર્યાયરૂપ છે, માટે સ્વજાતિ જ છે. એટલે આ સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહારનય છે.
શંકા: અહીં પુત્રાદિકને ઉપચરિત પદાર્થ તરીકે કેમ કહ્યા?
સમાધાન : પુત્રત્વ તો અમુક અપેક્ષાએ હોવાથી માત્ર કલ્પનાનો વિષય છે. કારણ કે માતા-પિતાની અપેક્ષાએ જ પુત્રત્વ છે. ભાઈ-બહેનની અપેક્ષાએ ભ્રાતૃત્વ છે. આમ, કલ્પનાનુસારે હોવાથી (= સાપેક્ષ હોવાથી) પુત્રત્યાદિક એ આત્માનો ઉપચરિત પર્યાય છે, અનુપચરિત પર્યાય નથી.
એક દસમો પ્રકાર જ સૂત્ર: વિનાત્યુપતાdડૂતવ્યવહાર:, યથા - વસ્ત્ર-ભૂષ-હેમ-રહ્માદ્રિ મમ ૨૦
સૂત્રાર્થ વિજાતિ ઉપચરિત અસભૂતવ્યવહાર. જેમકે -વસ્ત્ર, ભૂષણ, સુવર્ણ, રત્ન વગેરે મારાં છે એવું કહેવું. (૧૦) - વિવેચનઃ વ્યવહારનયનો દસમો પ્રકાર : (૧૦) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. જેમકે - “મારું વસ્ત્ર, મારાં અલંકાર, મારું સોનું, મારાં રત્નો. વગેરે...' - આવું જ કહેવાય છે, એ આ નયનું કંથન છે. અહીં વસ્ત્રાદિક પુદ્ગલપર્યાય છે, માટે વિજાતીય છે. વળી એ ઉપચરિત પણ છે.
પ્રશ્ન : વસ્ત્રમાં શરીરાચ્છાદકત્વ જે વાસ્તવિક રહ્યું છે, તે જ વસૂત્વરૂપ છે. માટે એ ઉપચરિત કેમ કહેવાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org