________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
૧૩૭ નયોની જુદી જુદી ગોઠવણ પણ અમને અનુચિત જણાઈ રહી છે. જુઓ -
(૧) તમે શુદ્ધવ્યવહાર-અશુદ્ધવ્યવહાર એવા જે બે ભેદો બતાવ્યા. અને અનુપચરિતઉપચરિત એવા જે બે ભેદો બતાવ્યા. તે બંને અર્થતઃ એક સરખા જ જણાય છે. (અર્થાતુ શુદ્ધ અને અનુપચરિત. અશુદ્ધ અને ઉપચરિત. એ એક જ જણાય છે.)
વળી શુદ્ધ-અનુપચરિતમાં ‘નીવર્સ વતજ્ઞાનમ્' એ ઉદાહરણ આપ્યું છે. અને અશુદ્ધઉપચરિતમાં “નવી મતિજ્ઞાનમ્' એ ઉદાહરણ આપ્યું છે. આમ ઉદાહરણ એકસરખું આપ્યું હોવાથી પણ જણાય છે કે તે બે એક છે.
તો પછી શુદ્ધ-અશુદ્ધ એવા બે ભેદો કે અનુપચરિત-ઉપચરિત એવા બે ભેદો જ આપવા જોઈએ ને? જુદા જુદા ૪ ભેદો કેમ આપ્યા?
(૨) પાછળના ૪ ભેદો (ર થી પ) આખરે તો સદૂભૂતવ્યવહાર જ છે. તો પહેલો ભેદ જે સદ્દભૂતવ્યવહાર' કહ્યો, તેમાં જ તે ચારનો અંતર્ભાવ કરી દેવો જોઈએ ને? અને જો ચારને જુદા જ કહેવા હોય, તો સદ્ભૂતવ્યવહાર અલગથી કહેવાની શું જરૂર ? આગળના ચારમાં તેનો સમાવેશ થઈ જ જવાનો ને ? (બાકીના ચાર સદ્ભૂત વ્યવહાર જ છે, તેમાં સભૂતવ્યવહારનયરૂપ પહેલો પ્રકાર સમાઈ જ જાય.)
સમાધાનઃ તમારી વાત બરાબર છે, પણ ગ્રંથકારશ્રીએ આ રીતે કહ્યું, એટલે તેની સંગતિ વિચારવી જ રહી. તેવું કહેવામાં નીચે મુજબનો અભિપ્રાય સંભવી શકે છે -
(૧) આ બધા નયો પર દેવસેનાચાર્ય વગેરેએ આલાપપદ્ધતિ વગેરેમાં જે રીતે કહ્યું છે, તે રીતે કહેવાઈ રહ્યું છે.
હવે આલાપપદ્ધતિમાં પહેલા ‘ઉપનયે' કહ્યા છે. ને પછી “નય' કહ્યા છે. તેમાં શુદ્ધસદૂભૂત અને અશુદ્ધસદ્ભૂત આ બેને “ઉપનય’ તરીકે લીધા છે. અને ઉપચરિતસદ્દભૂત અને અનુપચરિતસભૂત આ બેને “નય' તરીકે લીધા છે.
આમ ત્યાં નય-ઉપનય તરીકે જુદા જુદા બે જોડકાં કહ્યા હોવાથી, તેનું અનુસરણ કરી પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજે પણ તે બે જોડકાં જુદા-જુદા કહ્યા, અર્થાત્ ચાર નય કહ્યા.
હવે ત્યાં ઉપનય-નયનો ભેદ કઈ અપેક્ષાએ કર્યો હોઈ શકે તે વિચારીએ - બે પ્રકારના નયો હોય છેઃ (૧) તર્કશાસ્ત્રને અનુસરનારા, અને (૨) અધ્યાત્મની દૃષ્ટિવાળા.
9તર્કશાસ્ત્રની દષ્ટિએ, અર્થાત્ તર્કસંગત થાય એ રીતે, જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે પદાર્થ કેવો ભાસે ? એવું કથન ઉપનય દ્વારા થાય છે. આ નિરૂપણ સર્વ પદાર્થોને આવરી લેનારું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org