________________
* सप्तभङ्गीनयप्रदीपः 0 માત્ર આત્મા અને આત્મસંલગ્ન બાબતોનો જુદા-જુદા દષ્ટિકોણથી વિચાર, કે જે વૈરાગ્યના પોષણ દ્વારા અધ્યાત્મને સાધનારો બને, અધ્યાત્મનો પોષક બને, એ આધ્યાત્મિકનય... આ માત્ર આત્માને લઈને ચાલનારો છે.
પ્રસ્તુતમાં શુદ્ધસદૂભૂત-અશુદ્ધભૂત એવા જે બે ભેદો કહ્યા, તે ઉપનયરૂપ સમજવા. તેઓ તકની દૃષ્ટિએ ચાલનારા અને બધા પદાર્થોને આવરી લેનારા છે. જયારે ઉપચરિતસદ્ભૂતઅનુપચરિતસભૂત એવા જે બે ભેદો કહ્યા, તે નયરૂપ સમજવા. અને તેઓ અધ્યાત્મને સાધનારા અને માત્ર આત્માને લઇને પ્રવર્તનારા છે.
આવાં જ કોઈ કારણોસર ગ્રંથકારશ્રીએ, આલાપપદ્ધતિનું અનુસરણ કર્યું હોય. અને શુદ્ધઅશુદ્ધ ને ઉપચરિત-અનુપચરિત એવા ચાર ભેદો કહ્યા હોય, એવું સંભવી શકે છે. વિદ્વાનો અન્ય રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે.
(૨) સદ્ભૂતવ્યવહારનય એ શુદ્ધ-અશુદ્ધ-ઉપચરિત-અનુપચરિત એ ચારે નયોમાં વ્યાપીને રહેલું “સામાન્ય તત્ત્વ છે. તર્કદષ્ટિએ, આ સામાન્યને જુદું કહેવા દ્વારા “સામાન્ય એ વિશેષ કરતાં કથંચિત્ જુદું છે એવું કહેવાયું. આ જ ઉદેશથી ગ્રંથકારશ્રીએ આગળ “અસભૂતવ્યવહાર” નયને પણ, તેના વિશેષભેદરૂપ નયો કરતા જુદો કહ્યો છે. આ પ્રમાણે બીજી રીતે પણ યથાયોગ્ય અર્થસંગતિ કરવી.
૧. અધ્યાત્મની પરિભાષામાં મુખ્ય બે નય કહ્યા છે : આત્માનો જે પદાર્થો સાથે અભેદ સંભવિત હોય, તે પદાર્થો સાથેનો અભેદ જોનાર-કહેનાર નય એ નિશ્ચયનય છે. અને ભેદ જોનાર-કહેનાર નય એ વ્યવહારનય.
આમાં નિશ્ચયનય બે પ્રકારનો છે – (૧) શુદ્ધનિશ્ચયનયઃ “જીવ કેવલજ્ઞાનરૂપ છે” “જીવ અનંત વીર્યાત્મક છે' આવું બધું કથન એ શુદ્ધનિશ્ચયનય છે.
આમાં કેવલજ્ઞાન વગેરે નિરુપાધિક ગુણો છે. અર્થાત્ કર્મરૂપ ઉપાધિથી રહિત શુદ્ધગુણો છે. માટે આત્માનો
એની સાથે અભેદ જણાવનાર આ નય એ શુદ્ધનિશ્ચયનય છે. (૨) અશુદ્ધનિશ્ચયનય: ‘જીવ મતિજ્ઞાનરૂપ છે' “જીવ શ્રુતજ્ઞાનરૂપ છે” આવું બધું કથન એ અશુદ્ધ નિશ્ચયનય છે.
અહીં મતિજ્ઞાન વગેરે આત્મગુણો કર્મોપાધિસહિત છે, માટે અશુદ્ધ ગુણો છે. એનો ને આત્માનો અભેદ કહેનાર હોવાથી આ અશુદ્ધ નિશ્ચયનય છે. વ્યવહારનયના પણ બે ભેદ છેઃ (૧) સભૂતવ્યવહાર, અને (૨) અસભૂતવ્યવહાર. તેમાં સદ્દભૂત વ્યવહાર નય જે અહીં (= આ ગ્રંથમાં) પહેલો પ્રકાર કહ્યો, તે સમજવો. અને તેના ઉપચરિતઅનુપચરિતરૂપે બે ભેદ છે, જે અહીં ત્રીજા-ચોથા પ્રકાર તરીકે જણાવ્યા છે. અને અસદ્દભૂત વ્યવહાર નય, જે અહીં બારમાં પ્રકાર તરીકે કહેવાશે, તે સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org