________________
૧૩)
* सप्तभङ्गीनयप्रदीप एतस्यार्थ:-सङ्ग्रहगृहीतस्य सत्त्वाद्यर्थस्य विधीयमानो यो ज्ञानविशेषस्तमेव विवेचयति स व्यवहारनामा नयः कथ्यते बुधैः । उदाहरणम् (૨૧) યથાવત્ સત્, તત્ દ્રવ્ય પર્યાયો વેત્યાદ્રિ ”
-[પ્રમપ૦િ ૭ સૂત્રમ્-૨૪] __ अपरसग्रहगृहीतार्थव्यवहारस्याप्युदाहरणमादिपदाल्लक्ष्यम्, यथा-यद् द्रव्यं
- ~+ગુણસૌમ્યા. કરાય, તે વ્યવહારનય કહેવાય.
વિવેચન : સંગ્રહ વડે સ્વીકારાયેલા “સત્ત્વ' વગેરે પદાર્થ વિશે કરાતું જ્ઞાનવિશેષ કે જે સંગ્રહગૃહીત અર્થનું જ પૃથક્કરણ કરે છે, તેને વ્યવહારનય કહેવાય છે – એવું વિદ્વાનો કહે છે.
તાત્પર્ય એ કે, સંગ્રહનય દ્વારા જે જે પદાર્થોનું જે જે વિવક્ષાએ એકીકરણ કરાયું છે, તે તે પદાર્થોનું તે તે વિવક્ષાએ એકીકરણ સ્વીકારીને (અર્થાત્ તે એકીકરણનો નિષેધ કર્યા વિના) જે વિચારવિશેષથી તેઓનું પૃથક્કરણ કરાય (અર્થાત્ તેઓનો વિભાગ કરાય) તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે, એવું વ્યવહારનયના સ્વરૂપને જાણનારા પુરુષોનું કહેવું છે. | (૯૯) હવે આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે - સૂત્રઃ યથા – વત્ સ[, તદ્ યો વેત્યાદ્ધિઃ ||
સૂત્રાર્થ: જેમકે - જે જે સતુ છે, તે બધા કાંતો દ્રવ્યાત્મક છે, અથવા તો પર્યાયાત્મક છે. ઇત્યાદિ //૭-૨૪
વિવેચન : દ્રવ્ય હોય કે પર્યાય હોય, બધું સત્ છે, અર્થાત્ સપણે બધા એક છે- આવું સંગ્રહનયનું કહેવું છે. પણ વ્યવહારનયનો આશય, સંગ્રહાયે જણાવેલા આ અભેદને તોડ્યા વિના જણાવે છે કે – જેમ દ્રવ્ય અને પર્યાય સતપણે એક છે, તેમ જે કોઈ સત્ છે, તે બધાં કાં'તો દ્રવ્યરૂપ છે અથવા તો પર્યાયરૂપ છે.
આ પ્રમાણે સત્પણાનું એકત્વ સાચવીને દ્રવ્ય-પર્યાયપણાનો ભેદ મુખ્યતાએ જે જણાવે, તે વ્યવહારનય કહેવાય.
આ જ રીતે મૂળસૂત્રમાં મૂકેલ ‘આ’ શબ્દથી અપરસંગ્રહ વડે સંગૃહીત જે અર્થવિશેષ છે, તેમાં પણ વ્યવહારનયનું ઉદાહરણ સમજી લેવું. તે આ પ્રમાણે –
(૧) જે જે દ્રવ્ય છે, તે બધું પણ જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલરૂપે છે પ્રકારનું છે.
(૨) જે જે પર્યાયો છે, તે પણ ક્રમભાવી અને સહભાવીરૂપે બે પ્રકારના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org