________________
सप्तभङ्गीनयप्रदीपः +
एव २ । ( ८६ ) कर्तुमारब्धमीषन्निष्पन्नं वा अनिष्पन्नं वस्तु कथ्यते यत्र स वर्तमाननैगमः, + ગુણસૌમ્યા
૧૧૬
એ વચનથી વિષય-કષાયોને પરાક્રૃખ મુનિવરો પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ અને બહુમાનભાવ ઉભરાય છે. અને જીવને પોતાને પણ વિષય-કષાયો પ્રત્યેથી પરાક્રુખ બનવાના મનો૨થો વધુ પ્રબળ બને છે. આવા પ્રયોજનથી આવો આરોપ થાય છે. એમ સમજવું.
એ જ રીતે રાજકુમારના આદર-સત્કાર માટે કહેવાય છે કે ‘ આ તો અમારો રાજા છે.’ અહીં પણ જે રાજારૂપ પર્યાય ભવિષ્યમાં થવાનો છે, તેને ઉપચારથી થઈ ગયા જેવો કહ્યો છે
જ.
આવાં બીજાં પણ અનેક ઉદાહરણો સમજવાં.
(૮૬) હવે ગ્રંથકારશ્રી ત્રીજો ભેદ જણાવે છે -
* (૩) વર્તમાનનૈગમ *
સૂત્ર: તુંમારબ્ધ કૃષન્નિષ્પન્ન અનિષ્પન્ન વા વસ્તુ ચ્યતે યંત્ર ૫ વર્તમાનનૈમઃ । યથા - ઓનઃ પચ્યતે રૂા
::
સૂત્રાર્થ કરવા માંડેલી વસ્તુ, કંઇક અંશે બની ગઈ હોય અને કંઇક અંશે હજી ન બની હોય, તેને વર્તમાનથી કહેવું, તે વર્તમાન નૈગમનય. જેમકે - ‘ઓદન રંધાય છે’ એવો વચનપ્રયોગ'...
વિવેચન : કંઇક અંશે જે નિષ્પન્ન થઇ ગયું છે. (અર્થાત્ કંઇક અંશે ક્રિયા પૂરી થઇ ગઇ છે) અને કંઇક અંશે હજુ અનિષ્પન્ન છે. આવી પરિસ્થિતિમાં વર્તમાનનો ઉલ્લેખ કરવો એ વર્તમાનનૈગમ છે. જેમકે - ‘ભાત રંધાય છે’ એવો વાક્યપ્રયોગ.
=
=
આમાં ભાતના કેટલાંક અવયવ નિષ્પન્ન થયા છે = સીઝી ગયા છે અને કેટલાંક અવયવ નિષ્પદ્યમાન છે હજુ અનિષ્પન્ન છે સીઝી રહ્યા છે. એટલે કે જે સીઝી ગયા છે, એને સીઝવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી ભૂતકાલીન બની ગઇ છે. અને બીજાને સીઝવવાની ક્રિયા ચાલુ છે. પણ ઉલ્લેખ તો ઓવન પચ્યતે એમ વર્તમાનકાળનો જ થાય છે.
૧. અહીં કેટલાક અંશમાં ક્રિયા થઈ ગયેલી છે, અર્થાત્ ભૂતક્રિયા છે. એટલે એને નજરમાં લઇને ભૂતકાળનો પ્રયોગ થઇ શકે, પણ કર્યો નથી - આ ભૂતપ્રત્યયનો વિલોપ થાય છે અને વર્તમાનનો આરોપ થાય છે. ૨. અહીં કેટલાક અવયવ જે લખ્યું છે, તેનો અર્થ કેટલાક દાણા એવો ન કરવો. કારણ કે જો બે-ચાર દાણા પણ સીઝી ગયા હોય તો બધા જ સીઝી ગયા હોય. ‘થોડા ઘણાં સીઝેલા છે ને થોડા બાકી છે' એવું હોતું નથી. માટે તે તે પ્રત્યેક દાણાનો ‘કેટલોક ભાગ સીઝેલો છે ને કેટલોક હજુ સીઝી રહ્યો છે' એવો અર્થ કરવો. માટે જ ‘અવયવ’ શબ્દ વાપર્યો છે. દાણાનો છેડાનો ભાગ પાતળો હોવાથી જલ્દી સીઝે ને વચલો ભાગ જાડો હોવાથી મોડો સીઝે – આવું શક્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org