________________
* સાત-મુમ-વિવેચનસમન્વિતઃ જે
>
"अशेष- विशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसङ्ग्रहः " [પ્રમા૦ પ૭િ સૂત્રમ્− ]
‘‘યથા-વિશ્વમે સવિશેષાત્'' – [ પ્રમા૦ ૦ ૭ સૂત્રમ્-૬]
अत्र हि विश्वस्यैकत्वं सदिति ज्ञानसामान्यहेतुजनितसत्ताकत्वाभेदरूपेण गृह्यते । ગુણસૌમ્યા+ (૧) પરસંગ્રહનું સ્વરૂપ
સૂત્ર : અશેષવિશેષેષ્વીવાસીચું મનમાન: શુદ્ધદ્રવ્ય સન્માત્રમમિમન્યમાન: પરક્ષા ॥ યથા - વિશ્વમેવ્ઝ સવિશેષાત્ ।૭/-૬ા
-
સૂત્રાર્થ : બધા વિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને શુદ્ધ એવું દ્રવ્ય સત્તામાત્રરૂપ છે - એવું સ્વીકારનારો જે અભિપ્રાયવિશેષ, તે પરસંગ્રહનય કહેવાય છે. જેમકે - આ સમસ્ત વિશ્વ એકરૂપ છે, કારણકે સત્પણે બધું જ સમાન છે - આવી માન્યતા તે પરસંગ્રહનય.
૧૨૩
વિવેચન : ઘટ-પટ-પશુ-પક્ષી વગેરે સઘળા પદાર્થો સામાન્ય અને વિશેષ ઉભયધર્મવાળા છે. કારણ કે ઘટ-પટાદિ તે તે રૂપે વિશેષ છે (ઘટનું જે પાણી ધા૨વારૂપ સ્વરૂપ છે, તે પટમાં નથી. પટનું જે શીતત્રાણરૂપ સ્વરૂપ છે, તે ઘટમાં નથી - આમ દરેકનું પ્રતિનિયત વિશેષરૂપ છે.) છતાં બધા પદાર્થો સરૂપે (= અસ્તિરૂપે - હોવાપણે) સમાન પણ છે.
આ રીતે બધા પદાર્થો ઉભયરૂપ હોવા છતાં પણ, જ્યારે સામાન્યપણે જાણવાનું પ્રયોજન હોય અને તેના કારણે એવું જાણવામાં આવે કે - ‘આખું વિશ્વ એક જ છે, કારણ કે બધા પદાર્થો સરૂપે એક સરખા છે, તે રૂપે તેઓમાં કોઈ વિલક્ષણતા નથી...’ - તો આવા અભિપ્રાયવાળો આશય, તે પરસંગ્રહનય જાણવો.
પંક્તિ : સત્ર દ્દિ વિશ્વઐત્ત્વ સદ્ગિતિ જ્ઞાનસામાન્યહેતુનનિતમત્તાવામેવચ્ચેન વૃદ્ઘતે ॥
પંક્તિ-અર્થ : ‘આ સત્ છે, આ સત્ છે' એવું જ્ઞાન બધા પદાર્થોમાં પ્રવર્તે છે. એટલે ‘ફલપિ સત્, રૂપિ સત્' એવાં જ્ઞાનની અનુવૃત્તિરૂપ હેતુ (= લિંગ) દ્વારા અનુમાન કરાઇ છે સત્તા જેની એવા પદાર્થો અભિન્ન હોવાથી, તે રૂપે સકલ પદાર્થોને એકપણે ગ્રહણ કરનારો આ નય છે. (આશય એ કે, બધા પદાર્થો સરૂપે સરખા જણાય છે, એકસરખું-સામાન્યજ્ઞાન થાય છે. આ સામાન્યજ્ઞાન હેતુ છે, તેનાથી સહજ અનુમાન થાય છે કે બધા પદાર્થો સત્તારૂપે એક – અભિન્ન છે. અને તેથી તે બધાને એકરૂપે માનનારો જે નય, તે પરસંગ્રહ.)
તાત્પર્ય : ‘વસ્તુમાત્ર સત્...' બધી વસ્તુઓ સત્ છે. આમાં બધી વસ્તુઓનો સંગ્રહ થઇ જાય છે. કોઇ જ વસ્તુ, ‘વસ્તુ’ રૂપે જ્ઞાનનો વિષય ન બનતી હોય એવું સંભવિત નથી. આમ સામાન્યથી સર્વવસ્તુઓનો - વસ્તુસામાન્યનો સંગ્રહ કરનાર હોવાથી આ સામાન્યસંગ્રહનય
પરસંગ્રહનય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org