________________
૧ ૨૬
* सप्तभङ्गीनयप्रदीपः “રથા-ધર્મી-ડથ-વાણ-વાર્તા-પુત્ર-નીવડ્યાવચંદ્રવ્યત્વમેતાવિત્યાદ્રિ
- [પ્રમ પરિ૦ ૭ સૂત્ર-ર૦ ] अत्र हि द्रव्यत्वसामान्यज्ञानेनाभेदस्त्येण षण्णां द्रव्याणामेकत्वं सगृह्यते । धर्मादिविशेषभेदेषु च गजनिमीलिकावदुपेक्षा । एवं चैतन्याऽचैतन्यपर्यायाणामैक्यं पर्यायत्वसाधात् । चैतन्यं ज्ञानम् -
+ ગુણસૌમ્યાખ્યા અપરસંગ્રહનય, દ્રવ્યત્વરૂપ સામાન્યની અપેક્ષાએ છએ દ્રવ્યોનો અભેદ કરી તેઓનું એકપણું ગ્રહણ કરે છે. અને તે દ્રવ્યોમાં જુદા જુદા ધર્મો, જુદા જુદા ગુણો, જુદા જુદા સ્વભાવો આદિ જે વિશેષ ભેદો છે, તેમાં ગજનિમીલિકાની જેમ ઉપેક્ષા (= આંખમીંચામણા) કરે છે.
(૨) પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહઃ જીવદ્રવ્યમાં ચૈતન્યપર્યાય છે અને બાકીના પાંચ દ્રવ્યમાં અચૈતન્યપર્યાય છે. આ ચૈતન્ય-અચેતન્ય બંને પર્યાયો એક છે, કારણ કે પર્યાયરૂપે તેઓ બંને સરખા છે – એવો અભિપ્રાય ધરાવનાર અપરસંગ્રહનય. શંકા ચૈતન્ય એટલે તો જ્ઞાન, કહ્યું છે કે -
चैतन्यमनुभूतिः स्यात् सा क्रियास्त्यमेव च ।
क्रिया मनो-वचः-कायैरन्विता वर्तते ध्रुवम् ॥ અર્થ : ચેતનનો ભાવ એટલે ચૈતન્ય. આ ચૈતન્ય અનુભૂતિરૂપ છે અને અનુભૂતિ તે ક્રિયારૂપ છે, આ ક્રિયા નિચે મન, વચન અને કાયાને અનુગત થઇને વર્તે છે.
હવે આ વિશે અમારું કહેવું છે કે, ચૈતન્ય તે અનુભવરૂપ છે અને અચૈતન્ય તેનાથી વિપરીત-અનનુભવરૂપ છે, તો પછી તેઓનું એકપણું કેવી રીતે ઘટે?
સમાધાનઃ ચૈતન્ય-અચૈતન્યમાં રહેલા જે વિશેષ (= જુદા જુદા ગુણધર્મો, જુદા જુદા સ્વભાવો) તેની વિવક્ષા ન કરીએ, તે વિશેષો તરફ ઉપેક્ષા રાખીએ, અને પર્યાયરૂપે તેઓમાં જે અભેદબુદ્ધિ અનુભવાઈ રહી છે, તેની વિરક્ષા કરીએ, તો તે બેનું એકપણું ઘટી શકે છે. (પર્યાયરૂપે એક દેખાતા હોવાથી તેઓને એક માનવા, તેમના વિશેષોની ઉપેક્ષા કરવી, તે પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહનય.)
૧. જીવ જયારે કોઇપણ અનુભવ કરતો હોય, ત્યારે તે મન-વચન-કાયાથી કોઈક ક્રિયા તો કરતો જ હોય, સાવ
નિશ્રેષ્ટ ન રહે. એટલે જ તે અનુભૂતિરૂપ ક્રિયા મન વગેરેને અનુગત મનાય છે. ૨. અથવા મૂળમાં દ્રવ્યત્વેન એવું જે લખ્યું છે, તેની સંગતિ આ પ્રમાણે વિચારી શકાય કે - બંને પર્યાય આખરે તો દ્રવ્યના જ પર્યાય છે, દ્રવ્યના જ એક સ્વરૂપવિશેષરૂપ છે. એટલે દ્રવ્યના સ્વરૂપમાત્રરૂપે વિવક્ષા કરીએ, તો તે બે પર્યાય એક જણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org