________________
सप्तभङ्गीनयप्रदीपः+
वत्थूओ संकमणं होइ अवत्थू गए समभिरूढे । वंजण-अत्थ-तदुभए एवंभूओ विसेसेति ॥ १३९॥ + ગુણસૌમ્યા+
તાત્પર્ય : વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય છે. અથવા (પ્રતિ પ્રતિ વોત્પન્ન =) દરેક-દરેકમાં ઉત્પન્ન વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય. એટલે કે, સ્વકીય વસ્તુ જ, પણ પરકીય નહીં. આમ વર્તમાનમાં રહેલી અને પોતાની જ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ‘ઋજુસૂત્ર’ અથવા ‘ઋજુશ્રુત’ નય છે.
૧૦૬
૦ ઋજુસૂત્ર - ભૂતકાલીન-ભવિષ્યકાલીનરૂપ વક્ર વસ્તુને છોડીને વર્તમાનમાં વિદ્યમાન બધી વસ્તુ, તે ઋજુ. તેને જે કહે તે ઋજુસૂત્ર કહેવાય.
૦ ઋજુશ્રુત - ઋજુ એટલે વક્રથી વિપરીત-વર્તમાનકાલીન શ્રુત એટલે જ્ઞાન. અર્થાત્ વર્તમાનકાલીન જ્ઞાન છે જેને, અર્થાત્ અભિમુખ વસ્તુને જે જોનારો, તે ઋજુશ્રુત.
શબ્દનય પણ વર્તમાન વસ્તુને જ માને છે, પરંતુ તે વર્તમાન વસ્તુને બીજા નયો કરતાં વિશેષિતતર માને છે, અર્થાત્ આ નય વસ્તુના નામ-સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપા નથી માનતો. (આની પણ વિશેષ માહિતી આગળ જણાવાશે.)
(૬-૭) સમભિરૂઢ અને એવંભૂતનયઃ
(શ્લોક-૪) સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ અવસ્તુ છે. એવંભૂતનય શબ્દ-અર્થ અને તદુભયને વિશેષિત કરે છે.
તાત્પર્ય : સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ થતું નથી, અર્થાત્ ઘટ નામની વસ્તુનું કુટ નામની વસ્તુમાં સંક્રમણ થતું નથી. એકમાં જુદા જુદા અર્થોને (અર્થાત્ દરેક શબ્દોના જુદા જુદા અર્થોને) સ્વીકારતો જે નય, તે સમભિરૂઢ નય કહેવાય. આ નય એવું માને છે કે - જેમ ઘટ-પટ શબ્દ બે જુદા અર્થને જ જણાવે છે, તેમ ઘટ-કુટ-કુંભ વગેરે શબ્દો પણ જુદા જુદા અર્થોને જ જણાવે છે.
જેના વડે વસ્તુ પ્રગટ કરાય અથવા જે પ્રગટ કરે, તે વ્યંજન, અર્થાત્ શબ્દ. આ શબ્દનો જે વિષય (= અભિધેય) તે અર્થ... અને ઉભય એટલે શબ્દ-અર્થ બંને. આ શબ્દ, અર્થ અને ઉભયને એવંભૂતનય વિશેષિત કરે છે.
આશય એ કે, આ નય શબ્દને ચોક્કસ એવા અર્થ સાથે સ્થાપે છે અને અર્થને ચોક્કસ એવા શબ્દ સાથે સ્થાપે છે. જેમકે, ઘટ્ ધાતુ ચેષ્ટાના અર્થમાં વપરાય છે. તેથી જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાળો પદાર્થ ઘટશબ્દથી બોલાય, ત્યારે જ તે પદાર્થ ઘટ કહેવાય છે. ને ત્યારે જ તે ઘટશબ્દ તેનો વાચક બને છે.
હવે જ્ઞાનનય-ક્રિયાનયને આશ્રયીને કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org