________________
* સરત-સુગમ-વિવેચનસમન્વિત: જ
"सामान्यं द्विधा - एकं तिर्यक्सामान्यमपरमूर्ध्वतासामान्यम्” ॥ - [ પ્રમાળ૦ પર બ્ સૂ૦ રૂ]
( ७० ) आद्यलक्षणमाह
“प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यम्, यथा-शबलशाबलेयपिण्डेषु गोत्वम्"
૫તિ।
22
- [ પ્રમાણ૦ પર બ્ સૂ૦ ૪]
+ ગુણસૌમ્યા+
પ્રસંગોપાત્ ‘સામાન્ય’ કોને કહેવાય ? તેનું સ્વરૂપ શું ? તેના કેટલા પ્રકારો ? એ બધી વિગતો જણાવે છે
* સામાન્યનું સ્વરૂપ *
સૂત્ર : સામાન્યં દ્વિધા - વ્ઝ તિર્થંજ્ઞામાન્યમપમૂર્ધ્વતાસામાન્યમ્ ॥
સૂત્રાર્થ : સામાન્ય બે પ્રકારનું છે : (૧) એક તો તિર્યક્ સામાન્ય, અને (૨) બીજું ઊર્ધ્વતા
સામાન્ય.
:
વિવેચન : સામાન્યના બે ભેદ ઃ (૧) તિર્યસામાન્ય, અને (૨) ઊર્ધ્વતાસામાન્ય. (૧) તીર્થ્રો ઉલ્લેખ જેમાં થાય, તેવાં અનુવૃત્તાકારવાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય, તે તિર્યક્સામાન્ય.
તે
(૨) ઊર્ધ્વ ઉલ્લેખ જેમાં થાય, તેવા અનુગતાકારવાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય, ઊર્ધ્વતાસામાન્ય.
(૭૦) હવે આ બંનેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ પ્રમાણનયતત્ત્વાલોકના સૂત્રના આધારે બતાવે છે. તેમાં સૌ પ્રથમ તિર્યક્સામાન્યનું લક્ષણ કહે છે –
સૂત્રાર્થ : દરેક વ્યક્તિમાં (બીજી વ્યક્તિઓની સાથે) જે તુલ્ય પરિણામ છે, તે તિર્યક્સામાન્ય કહેવાય. જેમકે શબલ-શાબલેય આદિ ગાયોના સમૂહમાં વર્તતું શોત્વ = ગાયપણું = ગાયપણે સમાન પરિણતિ. (એતિર્યક્સામાન્ય.)
Jain Education International
(પ્રમાણનયતત્ત્વાલોક સૂત્ર - ૫/૪)
વિવેચન : જે પરિણતિ દ્વારા એક પદાર્થ બીજા પદાર્થને સરખો હોય, તે પરિણતિને ૧. પહેલા સામાન્યનું સ્વરૂપ બતાવી, તેનો દ્રવ્ય-પર્યાયમાં કેવી રીતે અંતર્ભાવ થાય - તે જણાવશે. પછી વિશેષનું સ્વરૂપ બતાવી, તેનો પર્યાયમાં અંતર્ભાવ કેવી રીતે થાય તે બતાવશે. આ ક્રમ ધ્યાનમાં રાખવો.
-
For Personal & Private Use Only
www.jainelibrary.org