________________
સરત-મુમન -विवेचनसमन्वितः
सामान्यवैसदृश्यविवर्तनलक्षणो व्यक्तिरूपः पर्याय एवान्तर्भवतीति न ताभ्यामधिकावकाशो नयस्य ॥
(૭૪) અથ સમનયસામાદ-આઘો દ્રવ્યાર્થિનય:, તસ્ય ત્રયો મેવા:-નૈામ+ ગુણસૌમ્યા અવસ્થાઓ બદલાયા કરે છે. તો આવી જુદી જુદી અવસ્થાઓ એ વસ્તુનો વિશેષ છે.
તો આ વિશેષ પણ, સામાન્યથી વિસદેશસ્વરૂપવાળા (ઉત્તરોત્તર પર્યાયોમાં અનુસરણ ન પામનારા) એવા વિવર્તરૂપ-વ્યક્તિરૂપ જે વસ્તુનો પર્યાય છે, તેમાં જ અંતર્ભાવ પામી જાય છે. (એટલે તેવા વિશેષને પણ વસ્તુના પર્યાયથી જુદો માનવાની જરૂર નથી.)
વિવર્તરૂપ : દરેક સમયે જે પરિવર્તન પામે, બદલાયા કરે, તેવા પર્યાયોને ‘વિવર્ત’ રૂપ
કહેવાય.
વ્યક્તિરૂપઃ વિવર્તરૂપ તે પર્યાયો જ પ્રતિનિયત ક્ષણવિશેષમાં રહેતા હોવાથી ક્ષણવ્યક્તિરૂપ = તે તે ક્ષણિક અવસ્થાઓરૂપ કહેવાય છે.
* એટલે જ અધિક નય ન માનવા
૦ ઊર્ધ્વતાસામાન્યનો દ્રવ્યમાં સમાવેશ થાય છે.
૦ તિર્યક્સામાન્યનો વ્યંજનપર્યાયમાં સમાવેશ થાય છે.
૦ વિશેષોનો વસ્તુના જ પર્યાયવિશેષોમાં સમાવેશ થાય છે.
૧૦૩
આ પ્રમાણે દ્રવ્ય-પર્યાયમાં જ સમાઈ જતા હોવાથી, સામાન્ય અને વિશેષને દ્રવ્ય-પર્યાયથી જુદા માનવાની કોઈ જરૂર નથી.
ફલિતાર્થ : એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નય માનવા જોઈએ. તેનાથી અધિક ‘સામાન્યાર્થિક-વિશેષાર્થિક' વગેરે નયો માનવાની કોઈ જરૂર નથી.
(૭૪) અનુસંધાન : આપણે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ તથા દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદો જોયા. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જે સાત ભેદો પ્રસિદ્ધ છે, તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવે છે -
સાત નયોનું સ્વરૂપ
પહેલો નય : (૧) દ્રવ્યાર્થિકનય ઃ તેના ત્રણ પ્રકાર છે : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, અને (૩) વ્યવહારનય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org