________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ બ્રે
इतिवत् कथञ्चिदभेदे षष्ठी । ( ६६ ) तथाहि - द्रव्यादपि सूक्ष्मः पर्यायः, एकस्मिन् द्रव्येऽनन्तानां पर्यायाणां सम्भवात्, द्रव्ये वर्धमाने पर्याया नियमाद् वर्धन्ते, प्रतिद्रव्यं सङ्ख्येयनामसङ्ख्येयानामवधिना परिच्छेदात्, पर्याये वर्धमाने च द्रव्यं भाज्यम् । → ગુણસૌમ્યા.
ઉત્તર ઃ એવું નથી, ક્યાંક-ક્યાંક કથંચિદ્ અભેદ હોય ત્યાં પણ છઠ્ઠી વિભક્તિ લાગે છે.
જુઓ -
૯૫
(૧) રાહો: શિરઃ = રાહુનું માથું.
(૨) તૈનસ્ય ધારા પતત્તિ = તેલની ધારા પડે છે.
( 3 ) मेघस्य घटां विघटयति પવન વાદળની ઘટાને વિખેરે છે.
આ
બધા સ્થળે, રાહુ અને તેનું માથું, તેલ અને તેલની ધારા, વાદળા અને વાદળાની ઘટા. એ બધું સર્વથા જુદું - જુદું નથી, તો પણ ત્યાં છઠ્ઠી વિભક્તિ લાગે છે જ ને ? તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. દ્રવ્ય અને પર્યાય સર્વથા જુદા ન હોવા છતાં પણ તે બેનો કથંચિદ્ અભેદ હોય તો પણ, ‘દ્રવ્યના પર્યાય’ એમ છઠ્ઠી વિભક્તિ લાગી જ શકે છે.
-
(૬૬) હવે પૂર્વે જે કહ્યું હતું કે – દ્રવ્ય અને પર્યાયની વચ્ચે સ્વરૂપની વિવક્ષાએ કંઇક ભેદ છે, તે જણાવવા કહે છે -
–
* દ્રવ્ય-પર્યાયનો તફાવત
(તથાહિ -) દ્રવ્યથી પણ પર્યાય વધુ સૂક્ષ્મ છે, કારણ કે માત્ર એક દ્રવ્યમાં પણ અનંત પર્યાયો હોય છે. (જેમ બુંદીનો લાડવો એક હોય. ને તેમાં રહેલી બુંદીઓ અનેક હોય. તો અહીં અનેક એવી બુંદીઓ સૂક્ષ્મ કહેવાય અને એક એવો લાડવો સ્થૂળ કહેવાય. એ જ રીતે દ્રવ્ય-પર્યાયમાં પણ સમજવું. એક જ દ્રવ્યમાં અનંત પર્યાયો હોય છે, એટલે દ્રવ્ય સ્થૂળ અને તેના કરતાં પર્યાયો સૂક્ષ્મ – એમ સમજવું.)
આવું હોવાથી જ - ‘અવધિજ્ઞાનના વિષય તરીકે દ્રવ્ય વધે તો નિયમા પર્યાયો પણ વધે જ’ – એમ જણાવ્યું છે.
શું જણાવ્યું છે ? તે પહેલા જોઇ લઇએ -
અવધિજ્ઞાનના વિષય તરીકે દ્રવ્યની વૃદ્ધિ થાય, તો પર્યાયોની પણ નિયમા વૃદ્ધિ થાય. કારણ કે, અવધિજ્ઞાન દ્વારા દરેક દ્રવ્યને આશ્રયીને સંખ્યાત કે અસંખ્યાત પર્યાયોનો બોધ થાય છે. (એટલે વિષય તરીકે દ્રવ્યો વધે, તો તેના સંખ્યાત કે અસંખ્યાત પર્યાયો પણ વધે જ.) અને પર્યાયો વધે, તો દ્રવ્ય વધે કે ન પણ વધે. (કારણ કે એક જ વસ્તુના ૧૦૦ પર્યાયોના
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org