________________
• सप्तभङ्गीनयप्रदीपः । परमस्वभावः ११ एते स्वभावा द्रव्याणां सामान्याः। (५०) चेतना'-ऽचेतन-मूर्ता४ऽमूर्तेकप्रदेशा-ऽनेकप्रदेश-विभाव-स्वभाव-शुद्धाशुद्धो पचरित स्वभावा एते दश विशेषस्वभावाः।
- + ગુણસૌમ્યા.. (૮) અભેદસ્વભાવઃ ગુણ-ગુણી વગેરેનું જે અભેદભાવ (=અરસપરસ એકમેકરૂપે) રહેવું, તે અભેદસ્વભાવ. (જેમકે - આત્મા જ સામાયિક છે. અહીં આત્મા અને તેના ગુણરૂપ સામાયિકને એક જણાવ્યો.) | (૯) ભવ્યસ્વભાવઃ બધા દ્રવ્યોમાં પોત-પોતાના જુદા-જુદા પર્યાયરૂપે પરિણમવાની જે શક્તિ રહેલી છે, તે ભવ્યસ્વભાવ. (દા. ત. માટીની ઘટાદિરૂપે થવાની જે શક્તિ, તે ભવ્યસ્વભાવ.)
(૧૦) અભવ્યસ્વભાવઃ પરભાવની સાથે ત્રણે કાળ મળીને રહેવા છતાં પણ, પરરૂપે જે અભવન = ન થવાપણું, તે અભવ્યસ્વભાવ છે. (દા. ત. આત્મપ્રદેશ અને આકાશપ્રદેશ બંને હંમેશાં સાથે જ રહે છે, તો પણ આત્મપ્રદેશ કદી આકાશપ્રદેશ નથી બની જતો. એ જ આત્મપ્રદેશનો અભવ્યસ્વભાવ છે.)
(૧૧) પરમસ્વભાવ અનંત ધર્મોમાંથી વસ્તુને ઓળખવા માટે પ્રધાનતાએ જે ધર્મ લેવાય, તે ધર્મ ‘પરમભાવ' સ્વભાવ કહેવાય.
આ અગ્યાર સ્વભાવ છએ દ્રવ્યમાં છે અને તેથી જ તેઓને સામાન્યસ્વભાવ કહેવાય છે. (૫૦) આ પ્રમાણે સામાન્યસ્વભાવો બતાવીને, હવે દ્રવ્યના ૧૦ વિશેષસ્વભાવો બતાવે
* દ્રવ્યના ૧૦ વિશેષરવભાવો એક
શબ્દાર્થ: (૧) ચેતનસ્વભાવ, (૨) અચેતનસ્વભાવ, (૩) મૂર્તસ્વભાવ, (૪) અમૂર્તસ્વભાવ, (૫) એકપ્રદેશસ્વભાવ, (૬) અનેકપ્રદેશસ્વભાવ, (૭) વિભાવસ્વભાવ, (૮) શુદ્ધસ્વભાવ, (૯) અશુદ્ધસ્વભાવ, અને (૧૦) ઉપચરિતસ્વભાવ- આ દશ વિશેષસ્વભાવો છે.
વિવેચનઃ
(૧) ચેતનસ્વભાવઃ જાણવાની, સુખ-દુઃખાદિને અનુભવવાની જે શક્તિવિશેષ, તે ચૈતન્ય. આ આત્માનો વિશેષગુણ છે. (0 રાગ-દ્વેષથી ગર્ભિત અધ્યવસાયના કારણે આ સ્વભાવને “મલિનચેતના” કહેવાય છે. ૦ સરળતા-નમ્રતા વગેરે ક્ષાયોપથમિક અધ્યવસાયના કારણે આ સ્વભાવને “શુભચેતના” કહેવાય છે. ૦ અને વીતરાગતા-કૈવલ્ય-પરમમાધ્યથ્ય વગેરે ક્ષાયિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org