________________
૬૨
+ सप्तभङ्गीनयप्रदीपः •
*&*
(४९) प्रसङ्गतो जीवादिद्रव्याणां स्वभावाः प्ररूप्यन्ते - अस्तिस्वभावः १, नास्तिस्वभावः २, नित्यस्वभावः ३, अनित्यस्वभावः ४, एकस्वभाव: ५, अनेकस्वभावः + ગુણસૌમ્યા+
(૪૯) આ પ્રમાણે દ્રવ્યોના ગુણોનું સ્વરૂપ બતાવીને, હવે ગ્રંથકારશ્રી પ્રસંગને અનુસારે જીવાદિ દ્રવ્યોના સ્વભાવો કયા ? તેની પ્રરૂપણા કરે છે –
* દ્રવ્યના સ્વભાવોનું નિરૂપણ
દ્રવ્યના સ્વભાવો બે પ્રકારના છે : (૧) સામાન્ય સ્વભાવ, (૨) વિશેષ સ્વભાવ.
*
પ્રશ્ન ઃ પહેલા ગુણોનું નિરૂપણ કર્યું અને હવે સ્વભાવનું નિરૂપણ કરો છો. પણ ગુણ અને સ્વભાવમાં ફરક શું ?
ઉત્તર : ગુણ અને સ્વભાવ ૫રમાર્થથી જુદા નથી, પણ જુદી-જુદી વિવક્ષાએ તેઓને જુદા કહેવાય છે. આ માટે વિસ્તૃત માહિતી મેળવવા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અવલોકન કરવું. હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ૧૧ સામાન્ય સ્વભાવોનું નિરૂપણ કરવા કહે છે -
* દ્રવ્યના ૧૧ સામાન્ય સ્વભાવો
શબ્દાર્થ : (૧) અસ્તિસ્વભાવ, (૨) નાસ્તિસ્વભાવ, (૩) નિત્યસ્વભાવ, (૪) અનિત્યસ્વભાવ, (૫) એકસ્વભાવ, (૬) અનેકસ્વભાવ, (૭) ભેદસ્વભાવ, (૮) અભેદસ્વભાવ, (૯) ભવ્યસ્વભાવ, (૧૦) અભવ્ય સ્વભાવ, અને (૧૧) પરમસ્વભાવ - આ ૧૧ સ્વભાવો દ્રવ્યના સામાન્યસ્વભાવો છે.
વિવેચન : હવે જે ગુણો છએ દ્રવ્યોમાં સામાન્ય છે, તેઓનું નિરૂપણ કરાય છે.
(૧) અસ્તિસ્વભાવ ઃ હોવાપણાનો સ્વભાવ. ઘટ, પટ, જીવ, પુદ્ગલ વગેરે બધા પદાર્થો પોતાનાં દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવવાળા છે. (જેમ ઘડો માટીરૂપે છે જ. તેમ બધા પદાર્થો પોત-પોતાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ છે જ.)
(૨) નાસ્તિસ્વભાવ ઃ ન હોવાનો સ્વભાવ. જીવ, પુદ્ગલ વગેરે બધાં દ્રવ્યો બીજાનાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળાં છે. (જેમ ઘડો કપડારૂપે નથી જ અને ચેતનરૂપે ૧. ધર્મ અપેક્ષાઇ ઇહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યા જી । નિજ નિજ રૂપ મુખ્યતા લેઇ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી
(ઢાળ - ૧/૫)
અર્થ : અહીં ધર્મની અપેક્ષાએ સ્વભાવોને ગુણથી ભિન્ન કહ્યા છે. પોત-પોતાના સ્વરૂપની મુખ્યપણે વિવક્ષા કરીને ગુણો એ જ સ્વભાવ છે - એવું કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org